નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કૉલેજીયેટ વુમન ડેવલપમેન્ટ કમિટી (CWDC) ના ઉપક્રમે તા.13/07/2018 ના રોજ વ્યાખ્યાન યોજાયું. વાઈબ્રન્ટ ગતિશીલ ગુજરાત ના સક્રિય કાર્યકર ઝંખનાબેન ત્રિવેદીએ સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ પર પ્રકાશ પાડયો. જેમાં લગ્ન અને કેરિયર વિશેના ઈન્ટરવ્યુ બાબતે રસપ્રદ માહિતી આપી. સાથે સાથે સ્ત્રી ઉપયોગી હેલ્પલાઈનથી અવગત કર્યા. આ પ્રેરણાત્મક વ્યાખ્યાનમાં તમામ વિદ્યાર્થીનિ-બહેનો ઉત્સાહ પૂર્વક જોડાઈ. પ્રિ.ગાયત્રીબેન બારોટે તેમજ ચાર વિદ્યાર્થીનિઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા. વક્તાશ્રીનો પરિચય ડૉ. તરુણભાઈ રાવલે આપ્યો તથા આભારદર્શન ડૉ. હર્ષાબેન પટેલે કર્યું.