Shree K.K.Patel Girls Higher Secondary School
પરીક્ષાને પર્વ સમજી શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલની બાળાઓ બીજી વાર્ષિક પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગ રૂપે પાંચ પ્રશ્નપત્રો મુહાવરા રૂપે લખવાના મૂડમાં દેખાઈ રહી છે. પરીક્ષાની સાથે સાથે શિસ્ત, મહાવરો, સમયપાલન તથા જીવનલક્ષિ મૂલ્યો ના પાઠ શાળાના ઈ.આચાર્ય શ્રી મુકેશભાઈ લિંબાચિયા તથા સારસ્વત મિત્રો દ્વારા શીખવાડવા માં આવે છે. શાળાની દીકરીઓ સ્વસ્થ મુદ્રામાં પ્રશ્નપત્રના મહાવરામાં વ્યસ્ત…
‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘સ્વચ્છતા પખવાડા’ – નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ
તા ૧૩/૦૮/૨૦૨૧ અને તા ૧૪/૦૮/૨૦૨૧ના રોજ નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોઝારિયાના રાષ્ટ્રીય સેવા યોજના યુનિટ અને Environment care & Development Trust, Sertha દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અને ‘સ્વચ્છતા પખવાડા’ નિમિત્તે બદલપુરા, દત્તક ગામ ધાધુસણ અને પઢારિયા ગામે Two day campનુ આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત સ્વચ્છતા રેલી, રાષ્ટ્રગાન પ્રોગ્રામ, વડવાવો, કપડા વિતરણ અને ચોપડા…
શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ વૃક્ષારોપણ કાર્યક્રમ
આજ રોજ ૧૫ મી ઓગષ્ટ ને ૭૫ માં સ્વાતંત્ર દિને શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ સંસ્થાઓના ધ્વજ વંદન કાર્યક્રમ બાદ શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ.(ગ્રાન્ટ ઇન એઇડ)તેમજ શ્રી બી.કે.એન્ડ જી.કે.પટેલ સેલ્ફ ફાયનાન્સ આઈ.ટી.આઈ.,ગોઝારીયા નો સંયુક્ત વૃક્ષા રોપણ કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો.જેમાં શેઠ શ્રી આર.વી.રાવલ આઈ.ટી.આઈ.(ગ્રાન્ટ ઇન એઇડ) ખાતે નવીન નિયુક્તિ પામેલ સ્ટાફ પરિવાર ના સદસ્યો…
વૃક્ષો અને બગીચા ની સંભાળમાં વ્યસ્ત વાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ
શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કુલ અને શ્રીમતી એ એસ જે પટેલ હાયર સેકન્ડરી સ્કુલ ગોજારીયા શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો નિયામક, આચાર્યશ્રી તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે.…
વૃક્ષો અને બગીચાની સંભાળમાં વ્યસ્ત દિનેશભાઈ સાહેબ
હાલ વરસાદી સીઝનમાં બગીચો સોળે કલાએ ખીલી ઉઠે તે માટે નિયામક શ્રી એન.કે.પટેલ,આચાર્યશ્રી એમ.એમ.પટેલ વ્યક્તિગત રસ લઈ બગીચાની સંભાળ તથા શાળા કેમ્પસમાં રહેલ વૃક્ષો ના જતન તથા માવજત માટે સુંદર આયોજન કરેલ છે. વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબ અન્ય શિક્ષકો તથા સેવક મિત્રોના સથવારે શાળાનો બગીચો તથા વૃક્ષો સોળે કળાએ ખીલી ઉઠે તે માટે…
શ્રી ગૌરવકુમાર જે.પટેલ પ્રિપ્રાયમરી અને શ્રીમતિ ગીતાબેન જે.પટેલ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)નો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો.
ગત તા:૨૯ ફેબ્રુઆરીના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા આ શૈક્ષણિક વર્ષથી પ્રારંભ કરવામાં આવેલ શ્રી ગૌરવકુમાર જે.પટેલ પ્રિપ્રાયમરી અને શ્રીમતિ ગીતાબેન જે.પટેલ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)નો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવેલો. જેમાં શ્રીમતિ જીજ્ઞાબેન જીજ્ઞેશકુમાર પટેલ,શ્રીમતિ ઉન્નતિબેન ગૌરવકુમાર પટેલ મુખ્ય મહેમાન,શ્રી ભીખાભાઈ મણીલાલ પટેલ,શ્રી મહેન્દ્રભાઈ સેંધાભાઈ પટેલ અતિથી વિશેષ તરીકે તથા કેળવણી મંડળના સભ્યોએ હાજરી આપી…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈ.અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ , ગોઝારિયા ખાતે પુલવામા શહીદ દિન ઉજવણી
એક દીવો દેશના શહીદને નામ “પુલવામા શહીદ દિન ઉજવણી” આજ રોજ શાળાના પ્રાર્થના હૉલમાં ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જીલ્લાના અવંતીપોરામાં ભારત માતાની રક્ષા કાજે જાનનું બલિદાન આપનાર શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોઝારિયા ગામના આર્મીમાંથી સેવા નિવૃત થયેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી…
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળો યોજાયો.
આજ રોજ તા. 12/02/2020 બુધવારના રોજ બાળકોમાં નફા નુકશાનની સમજ પડે તેમજ ગ્રાહક, બજાર, માલ, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, નુકશાનની સમજ પડે અને ભવિષ્યમાં કુશળ વેપારી બને તેવા શુભ આશિષથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળા નું આયોજન હાથ ધરાયું. આ આનંદ મેળાના આયોજનમાં ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓએે ઉત્સાહભેર ભાગ લીધો હતો.…
નિમા ગર્લ્સ આર્ટસ કોલેજ ખાતે હિન્દી દિવસની ઉજવણી હાથ ધરાઈ
नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग द्वारा दिनांक 13/09/2019 के रोज हिंदी दिवस के उपलक्ष्य में व्याख्यान का आयोजन किया गया । नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग द्वारा दिनांक 13/09/2019 के रोज हिंदी दिवस के उपलक्ष्य में व्याख्यान का आयोजन किया गया । जिसमें कोलेज की प्राचार्या डॉ. गायत्री बारोट…
શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ. પ્રાથમિક શાળામાં ગણેશપર્વની ઊજવણી હાથ ધરાઈ.
આજે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવ પર્વની ઉજવણી કરવામાં આવી.જેમાં શાળાના બાળકોએ પર્વને અનુરૂપ એક લેઝીમ ડાન્સ પણ રજૂ કર્યો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવનાબેન ડાભી દ્રારા કરવામાં આવ્યું.કાર્યક્રમ ને અંતે ભાવનાબેન અને પૂજાબેન તરફથી બાળકોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું.
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ નો બ્લીસ વોટરપાર્કમાં એક દિવસીય પ્રવાસ નું આયોજન હાથ ધરાયું
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ નો બ્લીસ વોટરપાર્ક મા એક દિવસીય પ્રવાસ નું આયોજન આજ રોજ કરવામાં આવ્યું હતું . જ્યાં બાળકોએ વિવિધ રાઇડ નો આનંદ માણ્યો હતો આ સમગ્ર આયોજન શાળા ની મહિલા શિક્ષિકા બહેનો શ્રી રેખાબેન ,શ્રી સંગીતા બેન ,શ્રી નયનાબેન દ્વારા થયું જેનું સંપૂર્ણ માર્ગદર્શન નિયામક…
રક્ષાબંધન પર્વની શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ અંગ્રેજી પ્રાથમિક શાળામાં શાનદાર ઉજવણી
શ્રીમતી ગીતાબેન જયંતિભાઈ પટેલ પ્રાઈમરી અંગ્રેજી શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણી હાથ ધરાઈ.રક્ષાબંધન પર્વ એટલે ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ…
રક્ષાબંધન પર્વ ઉજવણી
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલ અને પ્રાથમિક કુમારશાળાના સંયુક્ત ઉપક્રમે તથા શ્રી સંજયભાઈ જી.સુથાર(એકતા માર્બલવાળા)ના સૌજન્યથી રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી………..શ્રી અશોકભાઈ જી.પટેલે ₹૨,૦૦૦/- શ્રી જયંતીભાઈ રાવળ(વિશાલ મંડપ)₹૫૦૦/-ઈનામ આપી ભાગ લેનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા તથા શ્રી ભીખાભાઈ સોમનાથ લલ્લુદાસ પટેલે સેનેટરી પેડ માટે ₹ ૧૧,૦૦૦/-નું સંસ્થાને દાન આપેલ છે.તદ્ઉપરાંત…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં વૃક્ષારોપણની પૂર્વતૈયારી કરાઈ
આઝાદી મળ્યા પછીના 70 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 125 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે.…
નિમા ગર્લ્સ આર્ટસ કોલેજમાં ભાષા શુદ્ધિકરણ સ્પર્ધા યોજાઈ.
ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જકોની યાદમાં નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયામાં ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૩૧મી જુલાઈ, ૨૦૧૯ના રોજ “ભાષા શુધ્ધિકરણ” સ્પર્ધાનું આયોજન કરાયું. આ સ્પર્ધાના આધારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થિની-બહેનો શુધ્ધ ઉચ્ચારણ સાથે વાંચી-લખી-સમજી-બોલી શકે તેવા શુભાષયથી આયોજન કરાયું અને વિભાગ દ્વારા નિરીક્ષણ-પરીક્ષણ કરવામાં આવ્યું.
શ્રી જી.જે. પટેલ પ્રિ. પ્રાયમરી સ્કૂલમાં પેન્સિલ ડ્રોઇગ આર્ટ વર્ક પ્રવૃત્તિ યોજાઈ.
Shri G.J.Patel Pre Primary School provides children with an opportunity to learn and practice the essential social, emotional, problem-solving, and study skills that they will use throughout his schooling. In pencil drawing work art, children enjoying and make best colourful drawings. Teacher and principal helps children to guide and to prepare art work. Shri G.J.Patel…
શીટ મેટલ વર્કર ટ્રેડ વર્કશોપ સેમિનાર
તા.24.07.2019 ના રોજ આઈ.ટી.આઈ.ગોઝારીયા ખાતે શીટ મેટલ વર્કર ટ્રેડના છેલ્લા પાંચ વર્ષમાં પાસ થયેલા તથા એપેન્ટીશીપ પૂર્ણ કરેલ તાલીમાર્થીઓને G.S.R.T.C મા કાયમી ટેક્નિશિયન તરીકે નોકરી માટે આવેલ જાહેરાતના સંદર્ભમાં માર્ગદર્શન માટેનો વર્કશોપ કરવામાં આવ્યો જેમાં પ્લેસમેન્ટ એડવાઇઝર શ્રી એસ.કે.પટેલ સાહેબ તથા શીટ મેટલ વર્કર ટ્રેડના શ્રી જે.એ.ઠાકોર સાહેબ તથા શ્રી સી.બી.પટેલ સાહેબ દ્વારા સચોટ માર્ગદર્શન…
Shree G J Patel Pre-Primary English Medium School Paper Work Art Activity
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી ગૌરવકુમાર જયંતિભાઈ પટેલ પ્રિપ્રાયમરી ઇંગ્લિશ મિડિયમ સ્કૂલના બાળકોનું પેપર આર્ટ વર્ક.
તારૂણ્ય શિક્ષણ વાર્તાલાપ – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે સ્કૂલ
આજરોજ તારીખ 13 7 2019 ને શનિવારના રોજ શ્રી નીમા ગર્લ્સ આર્ટસ કોલેજના પ્રાર્થના હોલમાં શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઇસ્કુલ ગોઝારીયા ના nss યુનિટ અંતર્ગત તારુંય શિક્ષણ અંગેનો વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પ્રાધ્યાપિકા શ્રી હર્ષાબેન પટેલે વિદ્યાર્થીની બહેનોને તરુણ અવસ્થામાં ઉદ્ભવતા પ્રશ્નો ની ચિત્ર સહ માહિતી આપી આ કાર્યક્રમમાં નિયામકશ્રી નિરુભાઈ સાહેબ તેમજ શાળાના આચાર્ય…
વાંચન આયોજન
ગોઝારિયા કેળવણી મંડળ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયા વસ્તી સપ્તાહ અંતર્ગત શાળાના વિધ્યાર્થીઓને શાળાની લાઇબ્રેરીના પુસ્તકોથી અવગત કરવામા માટે તથા પસ્તકોનુ મહત્વ સમજાય તે હેતુથી ધોરણ 12 કોમર્સના વિધ્યાર્થીઓને શાળાની લાઇબ્રેરીમા વાંચન નુ આયોજન શ્રી કેતનભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઇ સોલંકી દ્વારા કરવામા આવ્યુ
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલમાં રાષ્ટ્રીય સેવા યોજનાનો અભિસ્થાપન કાર્યક્રમ યોજાયો
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઇસ્કૂલ ગોઝારિયામા રાષ્ટ્રીય સેવા યોજના નો અભિસ્થાપના કાર્યક્રમ યોજાયો. આજ રોજ શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઇસ્કૂલ ગોઝારિયામા રાષ્ટ્રીય સેવા યોજના નો અભિસ્થાપના કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ના શિક્ષક શ્રી પારસ ભાઈ ડબગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્રીય સેવા યોજનાનો સાચો અર્થ અને સાચી પ્રવૃતિઓ પોતાને આગવી શૈલીમાં રજૂ કરી હતી.સાથે સાથે…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયામાં ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ ની ઉજવણી યોજાઈ
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા સંચાલિત ‘કોલેજ કન્ઝયુમર કલબ’ દ્વારા તા. 15 માર્ચ, 2019 ના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ડૉ. સોમાભાઈ પટેલે(કન્વીનર, કોલેજ કન્ઝયુમર કલબ) વિદ્યાર્થીનીઓને ગ્રાહક અધિકારોથી માહિતગાર કર્યા જયારે ડૉ. હર્ષા પટેલે(મનોવિજ્ઞાન વિભાગ) ઉપભોક્તા જાગૃતિ વિષે વ્યાખ્યાન આપ્યું. વિદ્યાર્થીનીઓને વિષય સંદર્ભના સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં…
પ્રામાણિકતાની કદર
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ એને શ્રીમતી એ.એસ.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ ?પ્રમાણિકતા ની કદર? શાળામા વર્ષ દરમ્યાન જે વિધ્યાર્થીઓએ કોઇની ખોવાયેલ વસ્તુ કે નાણુ પોતાની પાસે રાખવાની લાલચ થી પર રહી એ વસ્તુ કે નાણુ શાળા ના આચાર્ય શ્રી મુકેશભાઇ ચૌધરી ને જમા કરાવ્યા હતા તો દરેક વિધ્યાર્થીઓનુ આ તબકકે તેમની નિષ્ઠા અને પ્રમાણિકતાની કદર રૂપ પ્રમાણપત્ર…
હાઈસ્કૂલના વિદ્યાર્થીઓમાં કવીઝ સ્પર્ધા યોજાઈ.
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ એને શ્રીમતી એ.એસ.જે.પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ મા તારીખ 11/03/2019 ના રોજ ધોરણ નવ માટે ક્વિઝ સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ હતુ તેમનુ સંચાલન શાળાની દિકરીઓ (1) પ્રજપતિ વૈશાલી અરવિંદભાઇ(2)પટેલ સોનુ રાકેશભાઈ(3) પટેલ આંચલ નરેશભાઇ(4) પટેલ ઉર્વી પરેશભાઈ દ્વારા કરવામા આવ્યુ હતુ. ક્વિઝ સ્પર્ધા મા ચાર ટીમો (1) ડો.અબ્દુલ કલામ(2)ડો.વિક્રમ સારાભાઇ(3) ડો.હોમીભાભા(4)ન્યૂટન હતી…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા સંચાલિત NSS અને CWDC યુનિટ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળાનું આયોજન હાથ ધરાયું.
તા.08/03/2019 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા સંચાલિત NSS અને CWDC યુનિટ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં CWDC કોઓર્ડીનેટર ડો. હર્ષાબેન પટેલે જાતીય શોષણ સામે પડકાર અને સ્વ બચાવની વાત કરી અને પ્રા. લલિતા બેને સ્ત્રી સશક્તિકરણ અને આર્થિક ઉપાર્જન માટેની સક્ષમતા વિષે વ્યાખ્યાન આપ્યું. જયારે NSS…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા NAAC ની સજ્જતા સંદર્ભે વર્કશોપનું આયોજન
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા NAAC ની સજ્જતા સંદર્ભે તા.5/3/2019 ના રોજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. વિષય તજજ્ઞ તરીકે ડો. નરેશ ચૌધરી (સમાજશાસ્ત્ર વિભાગ, ગવર્મેન્ટ કોલેજ, ગાંધીનગર) સાહેબે NAAC ના વિવિધ વિભાગોની પ્રેઝન્ટેશન દ્વારા અસરકારક માહિતી પૂરી પાડી હતી. મૂલ્યાંકન વખતે ભૌતિક સગવડો, સંશોધન, અધ્યયન-અધ્યાપન પદ્ધતિઓ જેવી બાબતો પર ભાર મુકવામાં આવે છે. અધ્યાપકો…
ધોરણ 10 ના વિદ્યાર્થીઓને જાયન્ટસ ગૃપ ગોજારીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી.
ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત સ્કૂલોમાં આજથી શરૂ થતી ધોરણ-10ની પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ નું મોઢું મીઠું કરાવી ફુલ આપી જાયન્ટસ ગૃપ ગોજારીયા દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ સારા માટે ઉત્તીર્ણ થાય અને જીવનમાં ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી .
શુભેચ્છા – વિદાય – સન્માન કાર્યક્રમ ઊજવણી
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી મતી મધુબેન ખોડાભાઈ પટેલ હાઇસ્કૂલ અને શ્રી મતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ હાયર સેકન્ડરી સ્કૂલ અને શ્રી ખોડાભાઈ કાળીદાસ પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ મા ધોરણ ૧૦ ના બાળકોનો નો શુભેચ્છા સમારંભ તથા ધોરણ ૧૨ ના બાળકોનો વિદાય સમારોહ અને નીમાં ગર્લ્સ આર્ટસ કોલેજ ની ટી.વાય.બી.એ.ની વિદ્યાર્થિનીઓની વિદાય તથા…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા એક દિવસીય વર્કશોપ યોજાયો.
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા. 22/02/2019 ના રોજ એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપમાં વિદ્યાર્થીનું સમગ્રલક્ષી ઘડતર થાય તે હેતુ વ્યક્તિત્વ વિકાસ, ટાઈમ મેનેજમેન્ટ, ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવું ?, રિઝયુમ રાઇટિંગ,વ્યવસાયો, સરકારી યોજનાઓ જેવી બાબતોને વણી લેવામાં આવી. કાર્યશાળાના નિષ્ણાત તરીકે પ્રો. વિનય ત્રિવેદી તથા પ્રિયા મેડમે (આસી. પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઓફ…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા “વિશ્વ માતૃભાષા દિવસ ” ની ઉજવણી કરવામાં આવી.
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.21/02/2019 ના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ ” ની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાતીવિભાગાધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહે ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આચાર્યાશ્રી ડૉ. ગાયત્રીબેન બારોટે માતૃભાષા થકી વિકાસની સરળતા સમજાવી અને અધ્યક્ષસ્થાનેથી શ્રી મુકેશભાઈ ચૌધરી (આચાર્ય, ગોઝારિયા હાઈસ્કૂલ) સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે નિબંધ સ્પર્ધાનું પણ…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.16/2/2019ના રોજ ‘કારકિર્દી સલાહ’ કાર્યક્રમનું આયોજન યોજાયું.
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.16/2/2019ના રોજ ‘કારકિર્દી સલાહ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ અને ગર્લ્સ હાઇસ્કુલની ધોરણ 12 ની વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત ડૉ. સોમાભાઈ પટેલે ‘કારકિર્દી સજ્જતા અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ’ અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું. તેમજ ડૉ. તુષાર પંડ્યાએ ‘કારકિર્દીના વિવિધ ક્ષેત્રો’ વિષે રસપ્રદ રીતે માહિતગાર કર્યા. કોલેજના…
શ્રી સોમાભાઈ ડોસલદાસ ઉચ્ચ પ્રાથ. શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઈ.
આજે શ્રી સો.ડો.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના 48 બાળકોએ ભાગ લીધો હતો. રંગોળી એટલે જુદા જુદા રંગોથી ડિઝાઇન બનાવવી તે રંગોળી. આમ તેની સંધિ છૂટી પાડવામાં આવે તો રંગ+ઓળી = રંગોળી થાય. ગુજરાતમાં સામાજિક તેમજ ધાર્મિક પ્રસંગો માં રંગોળી ની જુદી જુદી ડિઝાઈન બનાવી પ્રસંગને દીપાવવામાં આવે છે. વિદ્યાર્થીઓમાં રહેલી…
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે સ્કૂલની વિદ્યાર્થિનીઓ દ્વારા ગણપત યુનિવર્સિટી ની મુલાકાત
આજ રોજ શાળાની 100 વિદ્યાર્થીનીઓ દ્વારા ગણપત યુનિવર્સિટી ની મુલાકાત લેવામાં આવી. શાળાના આચાર્યશ્રી મુકેશભાઇ લીંબાચિયા સાહેબના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા સવારે 10.45 કલાકે પ્રભુમય પ્રાર્થના બાદ શાળામાંથી બાળાઓ બે બસમાં ગણપત યુનિવર્સિટીની મુલાકાત માટે આનંદ ઉલ્લાસ સાથે રવાના થઈ. ગણપત યુનિવર્સિટી ખાતે કેળવણી મંડળના કા.સભ્ય અને યુનિવર્સિટી ના પ્રોફેસર શ્રી પ્રકાશભાઈ…
શ્રીમતી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ ૧૨-૦૧-૩૦૧૯ ને શનિવારે પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ ૧૨-૦૧-૩૦૧૯ ને શનિવારે પતંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. ભારતીય પરંપરા મા આવતા આવા આનંદ ના તહેવારો ને બાળદેવો ના જીવન માં એકતા અને સંપ ની ભાવના ને ઉજાગર કરતા કાર્યક્રમો દ્વારા શાળા પરિવાર ઉત્સાહિત થઈ ઉઠ્યું હતું. આ સમગ્ર પતંગોત્સવ નું આયોજન…
ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ 29/12/2018 સાંસ્કૃતિક કાર્યક્રમ
ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ 29/12/2018 સાંસ્કૃતિક કાર્યક્રમ
જાદુગર લાઈવ શો. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮
જાદુગર લાઈવ શો. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮
ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ
તા. ૩૦-૧૨-૨૦૧૮ રવિવાર કાર્યક્રમ લાઈવ જોવા નીચેની લિંક પર ક્લીક કરો ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ ભૂ.પૂ વિદ્યાર્થી સંમેલન અને ભૂ. શિક્ષક અને દાતા સન્માન સમારંભ ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં સેનેટરી પેડ મશીન મુકાયું.
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં મુકાયેલ સેનેટરી પેડ મશીન નું વિચારબીજ મૂકનાર શ્રી દિલીપભાઈ નાથ સાહેબ ની વાત ને વ્યાયામ શિક્ષક શ્રી વિપુલભાઈ પટેલ એ જવાબદારી થી સ્વીકારી અને એમના મિત્રો શ્રી ભાવિક્કુમાર હર્ષદભાઈ પટેલ તથા શ્રી રાજેશકુમાર સુરેશભાઈ પટેલ લણવા ના વતનીઓ એ કાર્ય ને સફળ બનાવ્યું એ બદલ સંસ્થાના આચાર્યશ્રી મુકેશભાઈ…
નિમંત્રણ – ૨૯-૩૦-૩૧ ડિસેમ્બર ૨૦૧૮ – અષ્ટ દશાબ્દી મહોત્સવ
સૌ વતનબંધુઓ, નમસ્કાર. આપણા વતનની શોભા અને આપણી માતૃશિક્ષણ સંસ્થા”શ્રી ગોઝારિયા કેળવણી મંડળ”ની વિકાસયાત્રાના એક્યાસી વર્ષના મુકામ પર ચાલુ વર્ષ ૨૦૧૮ને અષ્ટ્દશાબ્દી વર્ષ તરીકે આપણે સૌ વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યક્રમો થકી ઉજવી રહ્યા છીએ.આગામી ૨૯,૩૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાનના મહા ઉત્સવની આમંત્રણ પત્રિકા આ સાથે સામેલ છે.પત્રિકાની હાર્ડ નકલ સંસ્થાને વિવિધ સ્ત્રોતથી મળેલા…
શાળા આરોગ્ય તપાસણી
આજે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા તમામ બાળકોની શાળા આરોગ્ય તપાસ કરવામાં આવી.જેમાં આખજ પી.એચ.સી.ના કર્મચારીઓ તરફથી ચકાસણી કરવામાં આવી.તેમજ વર્ગ દીઠ એક બાળ ડોક્ટરની નિમણુંક કરવામાં આવી.
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહોત્સવ નિમિતે તારીખ ૨૧/૧૧/૨૦૧૮ ને બુધવાર. નારોજ રાત્રે મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન શ્રી રાજુભાઇ કરશનભાઈ પટેલ (ખરણા) તેમજ ઉદઘાટક તરીકે શ્રી મનીષભાઈ બળદેવભાઈ પટેલ (ખરણા) તથા શ્રી કે.કે.પટેલ પ્રમુખ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ, ડો.માણેકલાલ પટેલ,શ્રી હિંમતભાઈ શંકરદાસ…
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં ધોરણ -૧૦ તથા ૧૨ ના ટોપ ૧૦ બાળકો તથા તેમના વાલીશ્રીઓ સાથે ચર્ચા-ચિંતન
તારીખ ૨૮-૧તારીખ ૨૮-૧૧-૨૦૧૮ ને બુધવાર ના રોજ ધોરણ -૧૦ તથા ૧૨ ના ટોપ ૧૦ બાળકો તથા તેમના વાલી શ્રી ઓની એક મિટિંગ નું આયોજન શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં કરવામાં આવ્યું હતું. જેમાં આવનારી માર્ચ – ૨૦૧૯ ની પરીક્ષામાં આ તેજસ્વી તારલાઓ વધુ સારા ગુણ પ્રાપ્ત કરી શકે અને શાળાનું તેમજ વાલીનું…
ગોઝારીયા આઈ.ટી.આઈ પ્લેસમેન્ટ સમાચાર
આજ તા.૨૯/૧૧/૧૮ ના રોજ આઈ.ટી.આઈ. ગોઝારીયા ના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબ ધ્વારા ગાંધીનગર ખાતે આવેલ હાયરલ હિટાચી પાવર ઈલેક્ટ્રોનિક્સ કંપની મા હાલ એપરેન્ટીશ તાલીમ તેમજ કાયમી રોજગારી મેળવી રહેલા ગોઝારીયા આઈ.ટી.આઈ. ના જ તમામ તાલીમાર્થીઓ ની મુલાકાત કરવામાં આવી વર્ષ -૨૦૧૮ ના સેશન માટે ગઈસાલ કંપનીએ ગોઝારીયા આઈ.ટી.આઈ. ના કુલ ૨૧ તાલીમાર્થીઓ ની…
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંસ્થાના સારસ્વત ગ્રુપ ફોટોગ્રાફ્સ નીચે જોઈ શકાય છે.
નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી
રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી તારીખ:30/10/2018…. નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજમાં રાષ્ટ્રીય એકતા દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી 31 ઓક્ટોબર સરદાર જયંતિ ઉજવવાના સરકારશ્રીના નિર્ણયના અનુસંધાને યોજાયેલ આ કાર્યક્રમમાં ડૉ.સત્યમ્ પ્રસાદે કૉલેજના તમામ કર્મચારીઓ- વિદ્યાર્થી બહેનોને રાષ્ટ્રીય એકતા માટેના શપથ લેવડાવ્યા. આ પ્રસંગે વડા શ્રી ડૉ. ગાયત્રીબેન બારોટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના વિરાટ વ્યક્તિત્વના વિવિધ…
પરિક્ષા પૂર્ણ થતાં આનંદ ઉલ્લાસ કરતા વિદ્યાર્થીઓ
આજ તારીખ 30-10-2018 ના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની પ્રથમ વાર્ષિક પરિક્ષા પૂર્ણ થતાં વિદ્યાર્થીઓ આનંદ ઉલ્લાસ અને હળવાફૂલ જોવા મળી રહયા છે.
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બોર્ડ પરિક્ષા ના આવેદન પત્રો ભરવાની શુભ શરૂઆત વિજય મુહૂર્ત માં કરવામાં આવી
હિંદુ ધર્મમાં પંચાંગથી શુભ મુહૂર્ત જોવામાં આવે છે. પંચાંગનો અર્થ જ છે પાંચ અંગ હોય, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ પાંચનું નિર્ધારણ થાય છે, તેને પંચાંગ કહેવાય છે. પચાંગમાં રોજ શુભ અને અશુભ મુહૂર્તોનું લિસ્ટ હોય છે, જે ચોઘડિયાં કહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં શુભ ચોઘડિયામાં સારૂ કામ કરવાની માન્યતા પ્રચલિત છે. આજરોજ તારીખ…
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આનંદ ઉલ્લાસ સાથે પ્રથમ વાર્ષિક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ
દરેક ક્ષેત્ર માં પરીક્ષા હાલ જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે.મોટા ભાગે જીવનના જુદા જુદા ક્ષેત્ર માં પ્રવેશ અને સફળતા મેળવવા જીવન માં ડગલે ને પગલે પરીક્ષા આપવીજ પડતી હોય છે.પરીક્ષા નો પ્રમાણસર હાવ-ડર હોય તે નરી વાસ્તવિકતા છે , અને આ હાવ ખરાબ પણ નથી. થોડા નર્વસ થતાં હોય અને તંદુરસ્ત હરીફાઈ ઘણી વખત…
સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત
સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત નમ્ર અરજ કહેવાયું છે કે જગતમાં વિવિધ પ્રકારના દાનકર્મથી દાતા આત્મસંતોષ તો અનુભવે જ છે. પરંતુ સાથે – સાથે પોતાની નૈતિક ફરજનું પાલન કરી પોતાના જીવનને સાર્થક પણ કરે છે. જગતમાં વિધ-વિધ પ્રકારનાં દાન છે, જેમકે દ્રવ્યદાન, વસ્ત્રદાન, અન્નદાન અને વિદ્યાદાન. આપણા શાસ્ત્રોએ વિદ્યાદાનને શ્રેષ્ઠ કહી બિરદાવ્યું છે.…
ગોઝારીયા આઈ.ટી.આઈ.ના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ ના તાલીમાર્થીઓ નો સેમિનાર યોજાયો.
ગોઝારીયા આઈ.ટી.આઈ.ના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ ના તાલીમાર્થીઓ ની પ્રત્યક્ષ અને ઓન જોબ તાલીમ ના ભાગ રૂપે આજ રોજ તા.૨૩/૧૦/૧૮ ના રોજ Jainson cables India pvt.Ltd. કંપની ,ચાંદરડા તા.કડી ખાતે એક દિવસ નો ટ્રેઈનીંગ સેમિનાર ગોઠવવામાં આવ્યો જેમાં કુલ ૧૮ તાલીમાર્થીઓ અને તેમના ઈન્ટ્રક્ટર શ્રી એસ.કે.પટેલ સાહેબે ભાગ લીધો અને વિવિધ પ્રકાર ના ડોમેસ્ટીક અને હેવી ઇન્ડસ્ટ્રીયલ…
શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્રા
કોઈએ સાચું જ કહ્યું છે કે …જ્ઞાનથી પવિત્ર બીજું કશુજ નથી એ વિચારને જીવનપર્યંત સાચા અર્થમા ચરિતાર્થ કરનાર અને આજીવન ‘સત્યમ’, ‘શિવમ’ અને ‘સુંદરમ’ વિચારને કર્મપ્રધાન અને ઉપાસક માનનાર એટલે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,ગોઝારિયા. તા. ૦૬-૦૪-૧૯૩૭ ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના થઈ. ૧૯૩૭થી સતત આજ-દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને ‘બેટી બચાવો,બેટી વધાવો…
શિક્ષણ જ્ઞાન જ્યોત રથયાત્રાને સત્કારવા – આવકારવા આતુર શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની વિધ્યાર્થિનીઓ
શિક્ષણ જ્ઞાન જ્યોત રથયાત્રાને સત્કારવા – આવકારવા આતુર શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની વિધ્યાર્થિનીઓ
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત “ સારસ્વત સંમેલન કાર્યક્રમ ” યોજાયો.
આજ તા. ૧૫-૧૦-૨૦૧૮ સોમવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત “ સારસ્વત સંમેલન કાર્યક્રમ ” શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલના મફતલાલ મુખી પ્રાર્થનાહૉલમાં યોજાયો. સવારે ૧૦-૦૦ કલાકના ટકોરે સમારંભના આદરણીય પ્રમુખશ્રી ડી.એમ.પટેલ સાહેબ ,મુખ્ય મહેમાનશ્રી પ્રવિણસિંહ રાઠોડ ,અતિથી વિશેષ સોનલબેન મોદી, શ્રીમતી મીનાબેન મોદી , ગો.કે.મંડળના ટ્ર્સ્ટી…
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાયેલી જુદી જુદી યાદગીરી બેનરો સ્વરૂપે
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત કેળવણી મંડળ સંચાલિત જુદીજુદી સંસ્થાઓમાં ચાલુ વર્ષ દરમ્યાન ઊજવવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓના બેનર અહિ એકસાથે રજૂ કરવામાં આવેલ છે. બેનર તૈયાર કરવામાં હાઈસ્કૂલના શિક્ષક શ્રી જશવંતભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ સોલંકી સાહેબે તન – મન થી લેબમાં સમય આપી કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી અશોકભાઈ જી.પટેલ…
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત નીમા મહિલા કૉલેજના આયોજન નીચે ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત બધીજ શૈક્ષણિક સંસ્થાઓનો નવરાત્રિ મહોત્સવ યોજાયો.
નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. નવરાત્રી એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા…
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા માં ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થિનીઓ માટે પ્રથમ વાર્ષિક પરિક્ષા લક્ષી માર્ગદર્શન યોજાયું.
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સચાલિત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા માં આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થિની ઓ માટે પ્રથમ વાર્ષિક પરિક્ષા લક્ષી માર્ગદર્શન નું સુંદર અને અર્થસભર આયોજન થયું હતું. આચાર્ય શ્રી મુકેશભાઈ લીંબાચિયા શ્રી હશમુખભાઈ પટેલ શ્રી ગણેશભાઈ ચૌહાણ અને શ્રી દિલીભાઈ નાથ સાહેબશ્રી ઓ એ અર્થસભર…
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મયોગી આચાર્યશ્રીઓ અને શિક્ષકોના આયોજન હેઠળ વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામનાં જાહેર સ્થળો તેમ જ જાહેર માર્ગોની સફાઈનો કાર્યક્રમ આજે સવારે કરવામાં આવેલ છે.સૌનો અભિનંદનસહ આભાર.
નીમા ગલ્સૅ આટસૅ કૉલેજ, ગોઝારિયા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિની દ્રિદિવસીય ઉજવણી કરવામાં આવી
નીમા ગલ્સૅ આટસૅ કૉલેજ, ગોઝારિયા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિની દ્રિદિવસીય ઉજવણી કરવામાં આવી, જેમાં તારીખ 1/10/2018 ના રોજ ‘ગાંધીવિચાર’ ને સ્પર્શતા પુસ્તક-પ્રદર્શન યોજવામાં આવ્યું જે અન્વયે ગાંધીસાહિત્ય નું વાંચન વિદ્યાર્થિનીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું. તેમજ તારીખ 2/10/18 ના રોજ ગાંધીવિષયક નિબંધસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. તેમજ કોલેજ ના પ્રવૃત્તિખંડ માં વક્તૃત્વ સ્પર્ધા નું…
અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો
હીરામણિ વિદ્યાસંકુલ,અમદાવાદ ખાતે શ્રી ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ તા:૩૦/૦૯/૧૮ને રવિવારના રોજ યોજવામાં આવેલ.
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઈ.
વિદ્યાર્થીઓ નવું નવું શીખવામાં તેમજ નવું નવુ કરવામાં ઉત્સુક હોય છે. તેમની આજ ઉત્સુકતાને ધ્યાને લઈ તેઓની કલ્પનાશક્તિની ખીલાવટમાં વધારો થાય, સમૂહમાં કામ કરવાની ભાવના વિકસે, એકાગ્રતા વધે તેમજ તેઓની અંદર રહેલી કલાને અવકાશ મળે.તેવા હેતુથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ કોર્નર શાળામાં શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત કેન્ડીની સળીઓમાંથી ફ્રેમ,…
ખેલ મહાકુંભ ની જિલ્લા કક્ષાની મહિલા ખો ખો સ્પર્ધા યોજાઈ
આજ તા. 02/10/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કૂલના વિશાળ મેદાનમાં ખેલ મહાકુંભ ની જિલ્લા કક્ષાની મહિલા ખો ખો સ્પર્ધા યોજાઈ. ગોઝારીયા કેળવણી મંડળના નિયામક શ્રી એન.કે.પટેલ તથા આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે રમતની શરૂઆત કરાવી હતી.
અષ્ટદશાબ્દી મહોત્સવ વર્ષ-૨૦૧૮ અંતર્ગત જાયન્ટ ગૃપ ગોઝારિયા દ્વારા શૈક્ષણીક સંસ્થાઓના તેજસ્વી અને સ્પોર્ટસના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તરલાઓનો સન્માન સમારંભ યોજાયો.
શ્રી ગોઝારિયા કે.મંડળ દ્વાર આયોજિત અષ્ટદશાબ્દી મહોત્સવ વર્ષ-૨૦૧૮ અંતર્ગત જાયન્ટ ગૃપ ગોઝારિયા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી અને સ્પોર્ટસના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો પ્રોગ્રામ આજે શાળાના મફતલાલ મુખી પ્રાર્થનહોલ ખાતે યોજાયેલ. ભૂતપૂર્વ જાયન્ટસ પ્રમુખ તથા કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી એ.જી.પટેલ ઈનામ વિતરણ સમારંભના મુખ્ય સ્પોન્સર હતા. જાયન્ટસ ગ્રુપના વર્તમાન…
કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજાઈ.
આજ રોજ તા.25/09/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ,ગોઝારીયાના વિદ્યાર્થીઓ તથા શાળાના ત્રણ શિક્ષક સાહેબ શ્રી મહેશભાઇ રોહીત સાહેબ ,શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી સાહેબ તથા શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજવામા આવી. મુલાકાત દરમ્યાન આઈ.ટી.આઈ ના અધિક્ષક શ્રી વિનોદભાઇ પટેલ સાહેબ દ્વારા તથા…
ગર્લ્સ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ.
આજ રોજ તા.25-09-2018 ના રોજ મહેસાણા તાલુકા કક્ષાની ખો ખો સ્પર્ધા શાળાના વિશાળ મેદાનમાં યોજાઈ. નિમા મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી ગાયત્રીબેનના હસ્તે રમતની શરૂઆત થઈ. તાલુકાની કુલ 35 ટીમો એ રમતમાં ભાગ લીધો. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ પટેલ અને શ્રીમતી જાગૃતિબેન પટેલના કુશળ આયોજનને કારણે સ્પર્ધા ખૂબજ સફળ રહી. શાળાના આચાર્યશ્રી…
પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન – નિમંત્રણ
આદરણીય વતનબંધુઓ તથા બહેનો, આપણી માતૃશિક્ષણ સંસ્થા શ્રી ગોઝારીય કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના નવનિર્માણ અને પુન:પ્રાણપ્રતિષ્ઠાના ઉમદા હેતુથી તા ૨૯,૩૦અને૩૧ ડિસેમ્બર દરમિયાન અષ્ટદશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.સૌ શુભેચ્છકો,દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સહયોગ અને સદ્ભાવ મળી રહ્યો છે તે બદલ આભારની લાગણી અનુભવું છુ.મહોત્સવની સફળતા માટે આગામી તા:૩૦:૯:૧૮ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે હીરામણી સંકુલ,એસ.જી.હાઈવે,અમદાવાદ…
તારીખ 24 સપ્ટેમ્બર,2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલૅજ, ગોઝારીયા ખાતે NSS day ની ઉજવણી કરવામાં આવી,
તારીખ 24 સપ્ટેમ્બર,2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલૅજ, ગોઝારીયા ખાતે NSS day ની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રોગ્રામ ઑફિસર શ્રી રાજેન્દ્રસિંહ વાઘેલા અને અન્ય અધ્યાપકમિત્રો એ વિદ્યાર્થિનીઓ ને યુવા જાગૃતિ મતાધિકાર અંતર્ગત અવગત કરાવ્યા હતા. સ્વયંસેવકો એ રાષ્ટ્રીય સેવા કરવાની તત્પરતા બતાવી હતી.
સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ.
સ્વચ્છ ભારત મિશન અને અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત ગોઝારીયા આઈ.ટી.આઈ.ખાતે તા.૨૦/૦૯/૧૮ ના રોજ તમામ ટ્રેડ ના તાલીમાર્થીઓ ધ્વારા સમગ્ર કેમ્પસ ની સફાઈ કરવામાં આવી તેમજ શ્રી જે.એ.ઠાકોર સાહેબ ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્ક્ટર ) ના માર્ગદર્શન સાથે મેદાન માં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું તેમજ શ્રી સી.બી .પટેલ સાહેબ( શીટ મેટલ ટ્રેડ ઈન્ટ્રક્ટર ) અને શ્રી ડી.વી રાઠવા…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ.
આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓએ “ગાંધીના સ્વપ્નનું સ્વચ્છ ગુજરાત” અને “ટેકનિકલ યુગમાં રોજગારીની તકો” વિષય પર પોતાના મૌલિક વિચારોને કલમ વડે કાગળ પર રજૂ કર્યા. નિબંધ સ્પર્ધાનું આયોજન , પરીક્ષણ ની કામગીરી શાળાના સિનિયર ભાષા શિક્ષક શ્રી ભદ્રેશભાઈ પટેલ સાહેબે સાંભળી.
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો.
આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓને ધો.10 તથા 12 પછીના આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી કોર્ષ વિશેની સુંદર ઉપયોગી માહિતી શાળાના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી સાહેબે આપી હતી.
“આસોપાલવ”- વૃક્ષારોપણની કામગીરી શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કૂલમાં યોજાઈ
ગોઝારિયા કેળવણી મંડળ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ તથા શ્રી ભાણાભાઇ સાહેબ દ્વારા શાળાના પાછળના મેદાનમા વિધ્યાર્થીઓ સાથે રહી “આસોપાલવ”નુ વૃક્ષારોપણની કામગીરી તારીખ 19-09-2018ને બુધવારના રોજ કરવામા આવી…
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી.
સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામ ધૂમ અને ઉત્સાહ પૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં શ્રી મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ઉત્સવની ઊજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી શ્રી કેતનભાઈ પટેલ દ્વારા ગણેશજીની મહા પૂજા કરવામાં આવી હતી અને શાળામાં ધાર્મિક પ્રવુતિ…
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” ની ઊજવણી કરવામાં આવી.
આજ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ ના વિશાળ પટાંગણમાં ભવ્ય શોભાયમાન સ્ટેજ તથા મંડપમાં સવારે ૮-૩૨ કલાકના ટકોરે સમારંભના પ્રમુખશ્રી પ્રો. મનુભાઈ અંબાલાલ…
नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग ने १४ सितम्बर, २०१८ के रोज “हिंदी दिवस” के उपलक्ष्य में फिल्ड वर्क (मुलाकात) का आयोजन किया।
नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया के हिन्दी विभाग ने १४ सितम्बर, २०१८ के रोज “हिंदी दिवस” के उपलक्ष्य में फिल्ड वर्क (मुलाकात) का आयोजन किया। डॉ. सोमाभाई पटेल ने राष्ट्र के विकास में हिंदी के योगदान से छात्रों को अवगत किया एवं विविध क्षेत्रों में प्रयुक्त प्रयोजनमूलक हिंदी के प्रयोग को रेलवे स्टेशन, पोस्ट आफिस…
શાળા બગીચાની સંભાળમાં વ્યસ્ત વિદ્યાર્થીઓ – વ્યાયામ શિક્ષક તથા ગ્રંથપાલશ્રી
અમારી શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે. શાળામાં શિક્ષણ સાથે બાળકમાં મુલ્યો સાથે તેનો નૈસર્ગિક રીતે સર્વાંગી વિકાસ થાય અને એક…
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ગોઝારીયા માં સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત વ્યક્તિગત સફાઈ અને હેન્ડ વોશિંગ ના મહત્વ વિશે ચર્ચા સભા યોજાઈ.
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કૂલ ગોઝારીયા માં સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે વ્યક્તિગત સફાઈ અને હેન્ડ વોશિંગ ના મહત્વ વિશે ખૂબ જ વિગતવાર માહિતી શાળાની સમગ્ર વિદ્યાર્થિની અો ને આપવામાં આવી હતી. સમગ્ર શાળા પરિવાર અને સ્વચ્છતા પખવાડીયા આયોજક શ્રી અલ્પેશભાઈ પટેલ ને ખૂબ ખુબ અભિનંદન.
ગોઝારીયા આઈ.ટી.આઈના ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને શીટ મેટલ વર્કર ટ્રેડ ના કુલ ૫૦ તાલીમાર્થીઓના ગાંધીનગર ખાતે કેમ્પસ ઈન્ટરવ્યું ગોઠવાયા.
ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાઈનલ પરીક્ષામાં બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને શીટ મેટલ વર્કર ટ્રેડ ના કુલ ૫૦ તાલીમાર્થીઓ માટે આજે તા.૧૧/૦૯/૧૮ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને મેસીબસ ઓટોમેશન-ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટેના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર એસ.કે.પટેલ સાહેબના સંકલનથી કરવામાં આવ્યું બન્ને કંપની ખાતે લેખિત ટેસ્ટ તેમજ મૌખિક કસોટી લેવામાં…
શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો.
ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત શારિરીક સ્વચ્છતા જેવી કે વાળ,નખ ,કપડાની સ્વચ્છતા અંગેની માહિતી પ્રવીણભાઇ ઓઝા સાહેબ દ્વારા તથા સુકો કચરો અને ભીનો કચરો તથા કચરા પેટીના રંગ અંગેની માહિતી મહેશભાઇ રોહીત સાહેબ તથા મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા આપવામા આવી.
ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંકલ્પ તથા શાળા સ્વચ્છતા કામગીરી યોજાઈ.
તા.08-09-2018 શનિવારના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંકલ્પ તથા શાળા સ્વચ્છતા કામગીરી યોજવામાં આવી. પ્રાર્થનહોલમાં શાળાના શિક્ષક શ્રી મહેશભાઈ રોહિત સાહેબે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંતર્ગત સંકલ્પ લેવડાવ્યા.અને શાળા સ્વચ્છતા અંતર્ગત વિદ્યાર્થીઓને ખૂબજ ઉપયોગી માહિતી સાથે માસ્ટર પ્લાન રજૂ કર્યો હતો. સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને યાદ કરી સફાઈ ઝુંબેશ હાથ…
અંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષામાં ગોઝારીયા કેળવણી મંડળની ગર્લ્સ તથા બોઈઝ સ્કુલની બાળાઓ 5 ગોલ્ડ મેડલ વિજેતા બની.
અંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષાની આજરોજ વડોદરા મુકામે યોજાયેલ જેમાં નીચે મુજબ બાળકો ને મેડલ પ્રાપ્ત કરી ગોઅંડર ૧૯ વેઇટ લિફ્ટિંગ સ્પર્ધા રાજ્યકક્ષાની આજરોજ વડોદરા મુકામે યોજાયેલ જેમાં નીચે મુજબ બાળકો ને મેડલ પ્રાપ્ત કરી ગોઝારીયા કેળવણી મંડળ નું નામ ઉજાગર કરેલ છે. શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા. ૧ . ઠાકોર…
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કુલ -અષ્ટદશાબ્દી મહોત્સવમાં નૃત્યમય આનંદ માણતા બાલકલા વૃંદ
If someone says, “A picture is worth a thousand words,” he/she means that you can describe something by drawing just one picture as well as you can by writing or sayinga lot of words. Friends, Enjoy the following picture. Enjoy Drawing Master idea.
શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.
આજ તા.6/9/2018 ના રોજ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. જેમાં મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ રમણલાલ શાહ સાહેબે વિદ્યાર્થીઓને જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે વાત કરી. ઉદ્દઘાટક શ્રી દિલીપભાઈ રણછોડભાઈ ગજ્જર સાહેબના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના બળકોએ 75 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત…
અષ્ટદશાબ્દી મહોત્સવમાં વિવિધ દાતાઓના દાનની જાહેરાત થતાં દાતાઓનું સન્માન તથા ભવ્ય આતશબાજી
शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય. આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા અષ્ટ દશાબ્દી મહોત્સવ -2018 ઉપક્રમે “વરસાદ વરસે વહાલ વસુધા” નામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા. 1/9/2018 ના રોજ અષ્ટ દશાબ્દી મહોત્સવ -2018 ઉપક્રમે “વરસાદ વરસે વહાલ વસુધા” નામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, વિવિધ પ્રસંગોમાં સમાજની મનોભાવના તથા આજની સમસ્યાઓને સ્પર્શતા નૃત્યો, એકપાત્રીય, એકાંકી નાટક, કાવ્યપઠન જેવી કલાકૃતિઓ પ્રસ્તુત થઇ. આ અવસરે કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, વાલીઓ…
શ્રી સોમાભાઇ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા ગોઝારિયા જન્માષ્ટમી મહોત્સવ
શ્રી સોમાભાઇ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળા ગોઝારિયા જન્માષ્ટમી મહોત્સવ તારીખ ;- ૩૧/૮/૨૦૧૮
રક્ષાબંધન પર્વ ઉજવણી – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સેં સ્કૂલ – ગોઝારિયા
રક્ષાબંધન પર્વ ઉજવણી – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સેં સ્કૂલ – ગોઝારિયા
સારસ્વત પરિવાર – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સેં સ્કૂલ – ગોઝારિયા
સારસ્વત પરિવાર – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સેં સ્કૂલ – ગોઝારિયા
શ્રાવણ માસના પુણ્યકાર્ય સ્વરૂપે નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની તમામ દિકરીઓને ભોજનદાનનું આયોજન કરાયું.
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજમાં તા. 29/8/2018 ના રોજ શ્રાવણ માસના પુણ્યકાર્ય સ્વરૂપે કોલેજની તમામ દિકરીઓને ભોજનદાનનું આયોજન કરાયું. જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા અન્ય સંસ્થાઓના આચાર્યાશ્રીઓઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પર્વમાં અષ્ટ દશાબ્દી મહોત્સવના કન્વીનરશ્રી, કેમ્પસ નિયામકશ્રી, ભોજનદાતાશ્રીઓ તથા કોલેજના આચાર્યાશ્રી ગાયત્રીબેન બારોટે ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા. સાથે સાથે ભોજનદાતાશ્રીઓના ધર્મકાર્યને બિરદાવી આભાર માન્યો…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિની ઉજવણી યોજાઈ.
તા. ૨૮ ઓગષ્ટ એટલે રાષ્ટ્રિય શાયર ને મહાન સાહિત્યકાર, પ્રથમ રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ. આજ રોજ શાળાના પ્રાર્થનાખંડમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતિ અંતર્ગત પ્રખ્યાત વકતા શ્રી પ્રહલાદભાઈ ઈશ્વરભાઈ ઠક્કર – થરા (ઉણ) ના વતનીએ મેઘાણી જીવન કવન વિશે ગાયકી દ્વારા સુંદર રજૂઆત કરી હતી. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે…
શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આજ રોજ વિદ્યાર્થીઓ તથા શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.
રક્ષાબંધન પર્વ એટલે ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ,…
શ્રીમતી જે.કે.પટેલ પ્રાથમિક શાળામાં રક્ષાબંધન ઉજવાઈ
રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી…
Rakshabandhan Celebration in New English Medium K.G School
Rakshabandhan is one of the most endearing ways to celebrate bond between brothers and sisters. To strengthen this bond. Rakshabandhan Celebration Activity’ was done in Gozaria New English Medium Kinder Garten School. Staff Teachers and Girls of Class. Kg I celebrated the occasion by preparing handmade rakhis for their brothers and boys made beautiful ‘Thank…
શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
શ્રીમતી અમથીબેન શંકરલાલ જીજીદાસ પટેલ બાલમંદિરમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.
ગોઝારિયા મહાવિદ્યાલય(કૉલેજ)માં વિશ્વ ગુજરાતી ભાષા દિવસનો ગૌરવપૂર્વક આયોજન કરાયું.
“”””””””””””””””””””””””””””””””””””””” તા. 24મી ઓગષ્ટ, 2018 ના રોજ નીમા મહિલા વિનયન મહાવિદ્યાલય (નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ) ગોઝારિયા ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તથા વીર નર્મદની 185મી જન્મ જયંતીનું દબદાભેર આયોજન કરાયું. આ કાર્યક્રમનો આરંભ યુનિવર્સિટીના ‘ અમે ઉત્તર ગુર્જરવાસી….’ ગીત દ્વારા કરાયો. વિભાગના પ્રા. ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની અગત્યતા અને વિભાગ…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયામાં “શિવ મહિમા ગાન” શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો.
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.23/08/2018 ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે “શિવ મહિમા ગાન ” શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો. જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. આચાર્યાશ્રી ડો. ગાયત્રીબેન સી. બારોટે જીવ અને શિવની એકતા અંગે તત્વજ્ઞાન સભર માહિતી આપી.
ગાંધીનગર ખાતે ગોઝારીયા આઈ. ટી.આઈ ના તાલીમાર્થીઓના એપ્રેન્ટીશ માટેના કેમ્પસ ઈન્ટરવ્યુ યોજાયા.
ગોઝારીયા આઈ.ટી.આઈ ના જુલાઈ-૨૦૧૮ ની ફાયનલ પરીક્ષા મા બેસેલ ફીટર ,ઈલેક્ટ્રોનિક્સ મીકેનીક અને વેલ્ડર ટ્રેડ ના કુલ ૨૫ તાલીમાર્થી માટે આજે તા.૨૦/૦૮/૧૮ ના રોજ સહજાનંદ લેસર ટેકનોલોજી અને એજીસી નેટવર્ક લિમિટેડ -ગાંધીનગર ખાતે એપ્રેન્ટીશ માટે ના કેમ્પસ ઈન્ટરવ્યુ નું આયોજન સંસ્થાના પ્લેસમેન્ટ કો ઓર્ડિનેટર શ્રી એસ.કે.પટેલ સાહેબના સંકલનથી કરવામાં આવ્યું બન્ને કંપની ખાતે રિટન ટેસ્ટ…
નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ, ગોઝારિયા ખાતે થેલેસેમિયા રોગ અંતર્ગત વ્યાખ્યાન યોજાયું.
તા.18/8/2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ, ગોઝારિયા ના એન.એસ.એસ તથા સી.બી.સી.એસ એકમો દ્વારા આનુવંશિક રોગ થેલેસેમિયા બાબતે જાગૃતિ ફેલાય તે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના નિલેશભાઇ ભારતીય નું વ્યાખ્યાન યોજાયું, જેમાં તમામ વિદ્યાર્થિનીઓ તથા સ્ટાફે રસપૂર્વક ભાગ લીધો હતો.
નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા દ્વારા તા. ૦૧ થી ૧૫ ઓગસ્ટ દરમ્યાન સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.
નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા દ્વારા અનંદભેર ઉજવવામાં આવેલ સ્વચ્છતા પખવાડિયા(૦૧-૧૫ ઓગસ્ટ) દરમ્યાન ગ્રામ રેલી, ગ્રામ સ્વચ્છતા અભિયાન, સંકુલ સ્વચ્છતા અભિયાન, આનુષંગિક વિષયો પર નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા તથા ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ છે. સમસ્ત કાર્યક્રમ કે જે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત યોજાયો તેમાં કોલેજ ના તમામ અધ્યાપકો અને વિદ્યાર્થીનીઓ એ રસ પૂર્વક…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં રંગોળી સ્પર્ધા
૭૨ મા સ્વાતંત્ર્યદિન ની પૂર્વ સંધ્યાએ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ – ગોઝારિયામાં ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થિનીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો. કુલ ૧૧ ટુકડીઓની બહેનોએ ૧૧ રંગોળી ની સુંદર રચના કરી. નિર્ણાયક તરીકે ચિત્ર શિક્ષક શ્રી જશવંતભાઈ પટેલ ,શ્રી પારસભાઈ ડબગર, શ્રી મહેશભાઈ રોહિત સાહેબે કામગીરી બજાવી. અને તૈયાર થયેલી રંગોળી…
Video Gallery
રંગોળી સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી પ્રજાસત્તાકદિન ઉજવણી ૨૦૨૧
સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી ,તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી
આ રોજ ગોઝારીયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શાળાના વિશાળ મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી ,તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ દાતાઓશ્રી તરફથી તેજસ્વી તારલાઓને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિવિધ દાતાશ્રીઓ તરફથી અષ્ટદશાબ્દિ મહોત્સવમાં માતબર દાનની જાહેરાત કરવામાં આવી. આનંદ ઉત્સાહથી સૌ હાજર…
વિદ્યાર્થીઓ દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવમાં બચત દાનની જાહેરાત
આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દી મહોત્સવની ઉજવણી ભાગરૂપે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો
વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.…
ગોઝારિયા કૉલેજમાં પીતાંબર પટેલના જન્મ-શતાબ્દિનું આયોજન
ગોઝારિયા કૉલેજમાં પીતાંબર પટેલના જન્મ-શતાબ્દિનું આયોજન ================= તા. 10મી ઓગસ્ટ 2018 ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, ગોઝારિયા અષ્ટ દશાબ્દિ મહોત્સવના ઉપક્રમે નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજ, ગોઝારિયા અને ગુજરાતી વિભાગ દ્વારા સાહિત્ય સર્જક પીતાંબર પટેલના જન્મ શતાબ્દિ નિમિત્તે લેખન-કૌશલ્યનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના પ્રોફે. ડૉ. રાજેન્દ્રસિંહ વાઘેલાએ સર્જકની સાહિત્ય પ્રતિભા અને ડૉ. ધર્મેન્દ્રસિંહ…
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સૂત્રને સાર્થક કરતા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ના NSS ના વિદ્યાર્થીઓ
સ્વચ્છ રહેવું એ માનવીય પ્રકૃતિનું ભાગ છે. સફાઈ સૌ ને ગમે છે. સ્વચ્છતા પ્રગતિ માટે પણ જરુરી છે. બલ્કે સ્વચ્છતા સ્વસ્થ્ય રહેવા અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આપણા દેશના ગામડાઓ અને ઘણા બધા શહેરોમાં સ્વચ્છતાનો અભાવ નરી આંખે જોઈ શકાય છે. નાગરિકોમાં સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે જે જાગૃતિ હોવી જોઈએ તેનો અભાવ…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં મહેસાણા તાલુકાની ખો -ખો (ખોભિલ્લું; ચકભિલ્લુ; મગમાટલી) સ્પર્ધા યોજાઈ.
રમત-ગમત ની વ્યાખ્યા સામાન્યરીતે વ્યવસ્થિત, સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિ તરીકે કરાય છે. રમત-ગમતો મોટાભાગે આનંદ માટે અથવા લોકો સારી શારીરિક સ્થિતિમાં રહેવા વ્યાયામ કરવાનું જરૂરી ગણતા હોવાની એક સાદી હકીકતને કારણે રમાય છે.રમત-ગમતમાં ભાગ લેનારાઓએ સારી ખેલદિલી, તથા પ્રતિસ્પર્ધકો અને અધિકારીઓ સાથે આદરપૂર્ણ વ્યવહારનાં ધોરણો પ્રદર્શિત કરવાની, અને રમત-ગમત હારે ત્યારે વિજેતાને અભિનંદન…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ,ગોઝારિયા દ્વારા અંડર નાઈન્ટીંન જિલ્લા લેવલ ખો ખો (બહેનો) ની સ્પર્ધા યોજાઈ
તારીખ 06/08/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ,ગોઝારિયા દ્વારા અંડર નાઈન્ટીંન જિલ્લા લેવલે ખો ખો (બહેનો) ની સ્પર્ધા યોજાઈ. જેમાં અતિથિવિશેષ ડૉ. ગાયત્રી બેન સી. બારોટ (નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા) દ્વારા ઓપનિંગ થયું.
શેઠ શ્રી.આર.વી.રાવલ આઈ.ટી.આઈ – ગોઝારિયા ને ભારત સરકાર દ્વારા મળેલ થ્રી સ્ટાર રેટીંગ
સમગ્ર ભારત દેશમાં કાર્યરત આઈ.ટી.આઈ માં ઉપલબ્ધ સુવિધાઓ , તાલીમી માળખું , તાલીમી ગુણવત્તા અને પાસ આઉટ તાલીમાર્થીઓના જોબ પ્લેસમેન્ટ અને સંસ્થાના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન આધારિત વિવિધ પાસાઓના અભ્યાસ અને સર્વે આધારિત ગ્રેડીગ ભારત સરકારના MSDE મંત્રાલય દ્વારા વર્લ્ડ બેંક ના વોકેશનલ ટ્રેનીગ ઈમ્પ્રુવમેંટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યની તમામ ITI નું ફાઈનલ ગ્રેડીગ લિસ્ટ…
જિલ્લા કલા મહાકુંભ એકપાત્રિય અભિનયમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ વિજેતા
તા.03/08/2018 ના રોજ અર્બન બેન્ક વિદ્યાલય મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો. સદર સ્પર્ધામાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલનો ધોરણ 9 નો વિદ્યાર્થી જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ તૃતીય નંબર મેળવી શાળાનું તથા ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. જોશી આયુષને સરકારશ્રી દ્વારા 500 રૂ. તથા યજમાન સંસ્થા દ્વારા 400 રૂ. નું રોકડ ઈનામ મળે છે.…
3D ફિલ્મ નિદર્શન
જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં શાળાના મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિશાળકાય કાચબા, વાદળી પગવાળા બોબી પક્ષી, માછલીઓ, જ્વાળામુખી વાળા ટાપુઓ,દરિયાઈ જીવ તથા વિજ્ઞાનના પ્રયોગોથી ભરપૂર 3D ફિલ્મનું નિદર્શન કરાવવામાં આવ્યું. પ્રાર્થનહોલમાં ફિલ્મ નિહાળનાર દરેક વિદ્યાર્થીઓને પોલરાઇઝડ 3D-ચશ્મા આપવામાં આવ્યા. Dolbi સાઉન્ડ અને પોલરાઇઝડ 3D-ચશ્માથી ફિલ્મ નિહાળવાનો વિદ્યાર્થીઓએ…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ,ગોઝારીયામાં ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.
સામાન્ય રીતે ઓરી જેવા રોગો પ્રત્યે વિદ્યાર્થીઓ ગંભીરતા દાખવતા નથી જેથી આવા રોગોના ગંભીર પરિણામો જોવા મળતા હોય છે. સરકારશ્રી દ્વારા ૨૦૨૦ સુધી ઓરીને નાબુદ કરવા તેમજ રૂબેલાને નિયંત્રણ કરવાના હેતુથી એક અભિયાન હાથ ધરાયું છે.આ અભિયાનના ભાગરૂપે શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં તા.31/07/2018 ના રોજ ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં શાળાના કુલ 199 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને…
नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया द्वारा प्रेमचंद जयंती के उपलक्ष्य में ‘कथाकार प्रेमचंद’ विषय पर सेमिनार का आयोजन किया गया ।
नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया द्वारा प्रेमचंद जयंती के उपलक्ष्य में ३० जुलाई, २०१८ के रोज ‘कथाकार प्रेमचंद’ विषय पर सेमिनार का आयोजन किया गया । इस सेमिनार में हिंदी छात्राओं ने प्रेमचंद के जीवन, व्यक्तित्व एवं कृतित्व से संबंधित विविध विषयों पर प्रपत्र का पठन किया । विभागाध्यक्ष डॉ. सोमाभाई पटेल ने प्रेमचंद की…
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું સ્નેહમિલન યોજાયું.
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું સ્નેહમિલન યોજાયું. શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહેત્સવ ૨૦૧૮ અંતર્ગત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તારીખ ૨૯/૦૭/૨૦૧૮ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે શાળા ના પ્રાંગણ મા કરવામાં આવ્યું હતું જેમાં મહોત્સવ અંગે શ્રી જયંતીભાઈ…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્ફૂલ,ગોઝારિયામાં વાલી બેઠક યોજાઈ.
આજ તા.28/07/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્ફૂલ,ગોઝારિયાના શ્રી મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં વિદ્યાર્થીઓના વાલીઓ સાથે બેઠક મળી. સદર બેઠકમાં કેળવણી મંડળના ટ્રસ્ટી અને અષ્ટદશાબ્દિ મહોત્સવના કન્વીનર શ્રી જયંતિભાઈ એન.પટેલ સાહેબે વાલીઓની બાળકો પ્રત્યેની ભૂમિકા તથા વિદ્યાર્થીઓ માટે કેળવણી મંડળના દ્વારા કરવામાં આવતા પ્રયત્નો વિશે વાત કરી હતી. ચાલુ વર્ષે યોજાઈ રહેલા…
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી
આજ તા. ૨૬/૦૭/૨૦૧૮ ના દિવસે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ. ધોરણ – ૮ ના વિદ્યાર્થીએ પોતાના પ્રવચનમાં ગુરુના મહિમાની વાત કરી અને ગુરુને વંદન કર્યા. શાળાના આચાર્યશ્રી કેતનભાઈ સાહેબે પોતાના વક્તવ્યમાં ગુરુપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનું મહત્વની વાત…
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા માં ઓરી – રૂબેલા રસીકરણ અભિયાન હાથ ધરાયું.
મીઝલ્સ (ઓરી) અને રૂબેલા (નૂરબીબી) નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા માં યોગ્ય લાયકાત ધરાવતા તથા તાલીમ લીધેલ આરોગ્ય કર્મચારી દ્વારા વિદ્યાર્થિનીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો. ઓરી અને રુબેલા રસીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ નો ઉત્સાહ…
ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓમાં ગુરુપૂર્ણિમા પ્રસંગની ઉજવણી યોજાઈ.
આજ તા. 25/07/2018 ના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કુલ,ગોઝારિયાના પ્રાર્થનહોલમાં ગોઝારીયા ગામના રહેવાસી અને વ્યવસાયે ડોક્ટર શ્રી બાબુભાઈ ગોસ્વામી ની અધ્યક્ષતામાં ગુરુપૂર્ણિમા ના પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવી. કેળવણી મંડળ સંચાલિત કે.કે.પટેલ ગર્લ્સ સ્કુલ,શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને નીમા ગર્લ્સ આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓ -ગુરુજનો ,કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી…
ગોઝારીયા આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ એ પ્રોડકશન જોબ તરીકે-પ્લાન્ટ ગાર્ડ બનાવ્યા
ગોઝારિયા આઈ.ટી.આઈ.ના શીટ મેટલ વર્કર અને વેલ્ડર ના તાલીમાર્થીઓ એ પ્રોડકશન જોબ તરીકે-પ્લાન્ટ ગાર્ડ બનાવ્યા. દરેક તાલીમાર્થીઓને આઈ.ટી.આઈ.ના અધિક્ષકશ્રી તથા કેળવણી મંડળ અભિનંદન પાઠવે છે.
તાલુકા કક્ષાની ખો-ખો ની સ્પર્ધામાં પ્રથમ ક્રમે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં તારીખ ૨૫-૦૭-૨૦૧૮ ને બુધવારના રોજ તાલુકા કક્ષાની ભાઈઓ-બહેનોને ખો-ખો ની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયાના ભાઈઓ પ્રથમ ક્રમ મેળવી સ્કૂલ નામ રોશન કર્યું.
વિદાય – શુભેચ્છા અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ આઈ.ટી.આઈ. ગોઝારિયા
આજ રોજ તા. ૨૪/૦૭/૨૦૧૮ ના દિવસે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ (GIA) તથા શ્રી બી.કે અને શ્રી જી.કે.પટેલ સ્વનિર્ભર આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓનો વિદાય – શુભેચ્છા અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ ગોઝારિયા ગામના સરપંચ શ્રી રમેશભાઈ એસ.પટેલ સાહેબની અધ્યક્ષતામાં તથા મુખ્ય મહેમાન શ્રી આર.આર.શાહ સાહેબ ( નિવૃત સુપરવાઈઝર – ધી…
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ – ગામના વિવિધ સ્થળોની મુલાકાત
તા. 23/07/2018 ના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામના વિવિધ સ્થળો જેવાકે ગ્રામપંચાયત,હોસ્પિટલ,બેન્ક,પોસ્ટ ઓફિસ,મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયત,બેન્ક,પોસ્ટઓફિસ તથા હોસ્પિટલના અધિકારીઓ,કર્મચારી ભાઈઓએ ખૂબજ સારી સગવડ પૂરી પાડી.તથા જે તે કચેરીની કામગીરીથી માહિતગાર કર્યા. ગ્રામપંચાયતની કામગીરી,બેન્ક ની કામગીરી ,લોકર સુવિદ્યા તથા તેની કામગીરીની ખૂબજ સારી માહિતી વિદ્યાર્થીઓએ મેળવી. શિક્ષિકા બહેનો…
શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઈ
તા. 17/7/2018 બુધવારના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાની શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી.
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ – કલા મહાકુંભમાં મેળવેલ સિદ્ધિ
તા.22/07/2018 ને રવિવારે તાલુકા કક્ષાના કલા મહાકુંભના કાર્યક્રમમાં (વર્ધમાન વિદ્યાલય -મહેસાણા ખાતે ) શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલે 4 કૃતિમાં ભાગ લીધો. જેમાં જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે. સમૂહગીતમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શિક્ષકમિત્રોને આચાર્યશ્રી તથા ગોઝારીયા કેળવણી મંડળ અભિનંદન પાઠવે છે.
નિમા ગર્લ્સ આર્ટસ કોલેજમાં ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોષીની 108 મી જન્મજયંતિની ઉજવણી યોજાઈ
ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક ઉમાશંકર જોષી નો જન્મ 21 જુલાઈ 1911 ના રોજ બામણા, સાબરકાંઠા, ગુજરાત માં થયો. આજ રોજ નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ ગોઝારીયા ખાતે તેમની 108 મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. કોલેજના પ્રિન્સીપાલ શ્રીમતી ગાયત્રીબેન બારોટે શ્રી ઉમાશંકર જોશીનો પરિચય આપ્યો. ગુજરાતી વિષયના પ્રાધ્યાપક શ્રી રાજેન્દ્રપ્રસાદ વાઘેલા સાહેબે ભારતીય અને…
ગોઝારીયા આઈ.ટી.આઈ. ના ફિટર તાલીમાર્થીઓનો સાણંદ જી.આઈ.ડી.સી ખાતે કેમ્પસ ઇન્ટરવ્યુ – 22 નું સિલેક્શન
ગોઝારીયા આઈ.ટી.આઈ. ના સિનિયર ઈન્સ્ટ્રકટર શ્રી એસ.કે.પટેલ સાહેબ તથા ફિટર વિભાગના ઈન્સ્ટ્રકટર સાહેબશ્રીના માર્ગદર્શન નીચે ફિટર ના 26 તાલીમાર્થીઓ કેમ્પસ ઇન્ટરવ્યુ માટે ઓર્લીકોન- ગ્રાઝીયનો ટ્રાનસમિસન લી. ખાતે રૂબરૂ લેખિત પરીક્ષા, ગ્રુપ ડિસ્કસન,ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ તથા પર્સનલ ઇન્ટરવ્યૂ માટે સાણંદ જી.આઈ.ડી.સી ખાતે હાજર રહયા. શ્રી એસ.કે.પટેલ સાહેબે જી.આઈ. ડી.સી ના જુદા જુદા વિભાગોમાં તાલીમાર્થીઓને મુલાકાત કરાવી બદલાતી…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ ગોઝારીયામાં વૃક્ષારોપણ કાર્યક્રમની ઉજવણી
શાળામાં હરિયાળી વધે, પ્રદુષણ દુર થાય અને પર્યાવરણની જાળવણી થાય તેવા ઉમદા હેતુથી આજ તા.21/7/2018 ના શનિવારના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ ગોઝારીયામાં કેળવણી મંડળના મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબ,શ્રી દિનેશભાઈ રાઠોડ સાહેબે વિદ્યાર્થીઓને છોડનું મહત્વ સમજાવ્યું હતું. ઈકો ક્લબના ઈન્ચાર્જ અને વૃક્ષપ્રેમી શ્રી ભાણાભાઈ સાહેબે તેમના…
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ – સાયકલ વિતરણ કાર્યક્રમ
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં શાળા પરિવાર ના વહીવટી વિભાગ ના સિનિયર ક્લાર્ક શ્રી પ્રવીણભાઈ પટેલ અને જુનિયર ક્લાર્ક શ્રી કિર્તીભાઇ પટેલ તેમજ આચાર્યશ્રી મુકેશભાઈ લીંબાચિયા સાહેબે વાલીઓ અને વિદ્યાર્થિની ઓ ને સાયકલ વિતરણ કરી હતી.
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો આજ રોજ તા. ૨૧/૭/૨૦૧૮ શનિવાર ના શુભ દિને ગર્લ્સ હાઈસ્કૂલ પરિવાર દ્વારા ઇકો કલબ અંતર્ગત પ્રકૃતિ ની વૃધ્ધિ ના ભાગ તેમજ વધુ વૃક્ષો વાવી ભવિષ્ય ના જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો. જેમાં શાળાની વિદ્યાર્થીની ઓ અને શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ લીં બાચિયા તેમજ ઇકો ક્લબ…
નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા ના અંગ્રેજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ
નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારીયા ના અંગ્રેજી વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ નવતર પ્રયોગ ના ભાગરૂપે એક પખવાડિયું ધોરણ 12 માં માત્ર અંગ્રેજી વિષય માં પરીક્ષા માં અસફળ રહેલા અને સોમવારે તારીખ 9 જુલાઈ ના રોજ એક વિષય ની પૂરક પરીક્ષા આપનાર વિદ્યાર્થીની ઓ માટે પરીક્ષાલક્ષી નમુનારૂપ પ્રશ્નપત્રો નો મહાવરો કરાવવા નો કાર્યક્રમ આજ રોજ…
ગોઝારિયા કૉલેજમાં બેંક ઓફ બરોડા દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજાયો.
ગોઝારિયા કૉલેજમાં બેંક ઓફ બરોડા દ્વારા સન્માનિત કાર્યક્રમ યોજાયો. શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, ગોઝારિયા અષ્ટ દશાબ્દિ મહોત્સવ અંતર્ગત બેંક ઓફ બરોડાના 111મા સ્થાપના દિન નિમિત્તે 20મી જુલાઈ, 2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં કે. કે. પટેલ ગર્લ્સ હાઈસ્કૂલની SSC,HSC અને નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની સેમ. 6 માં પ્રથમ,…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી અંતર્ગત તારીખ ૧૧ જુલાઈ થી તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૮ દરમ્યાન નિબંધ, વકતૃત્વ, સુત્રો, ચિત્ર, વાદ-વિવાદ, પ્રદર્શન, આરોગ્ય નિદર્શન જી.સી.ઈ.આર.ટી ડી.વી.ડી પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો અને…
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ – NSS અભિસ્થાપન કાર્યક્રમ
આજ રોજ તા. ૧૯/૦૭/૨૦૧૮ ના રોજ શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસરની હાજરીમાં ધોરણ – ૧૧ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની હાજરીમાં એન.એસ.એસ અભિસ્થાપન કાર્યક્રમ યોજવામાં આવ્યો. શાળાના આચાર્યશ્રી તથા પ્રોગ્રામ ઓફિસર શ્રી પારસભાઈ ડબગર સાહેબે પ્રસંગોચિત પ્રવચન કર્યું.
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ દ્વારા શાળામાં ઈકોક્લબની મિંટીંગ
પર્યાવરણ અંગેની જાગૃતિ કેળવવા તથા પર્યાવરણની સુધારણા અને રક્ષણ કરવા માટે જરૂરી પગલાં લેવા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં આજ રોજ ઈકોક્લબની રચના કરવામાં આવી.શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી તથા ઈકોક્લબના કન્વીનતર શ્રી ભાણાભાઈ સાહેબે વિદ્યાર્થીઓને ઈકોક્લબની કામગીરી થી માહિતગાર કર્યો. શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ એ ઈકોક્લબની નીચેની પ્રવૃતિઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. ધન કચરાનો નિકાલ. પ્રદૂષણ…
શાળા રિશેષ – ભોજન આસ્વાદનો આનંદ લેતી શાળાની વિદ્યાર્થીનીઓ
શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ – ગોઝારિયામાં રિશેષ દરમ્યાન સમતોલ આહારનો આનંદ લઈ જઠારાગ્નિને સંતૃપ્ત કરતી શાળાની બાળાઓ નજરે પડી રહી છે.
શેઠ શ્ર્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ ગોઝારિયા ખાતે પ્રથમ વર્ષ એડમિશન પ્રક્રિયા
શેઠ શ્ર્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ ગોઝારિયા ખાતે પ્રથમ વર્ષ એડમિશનની પ્રક્રિયામાં નવીન વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. આઈ.ટી.આઈના અધિક્ષક શ્રી વિનોદભાઈ પટેલ સાહેબ અને આઈ.ટી.આઈના ઈન્સ્ટ્રક્ટર સાહેબશ્રીઓ વિદ્યાર્થીઓને આવકારી ફોર્મ ભરવા જરૂરી સૂચનાઓ આપતા નજરે પડી રહ્યા છે.
એસ.એસ.સી પરીક્ષામાં OMR SHEET ભરવાનો વિદ્યાર્થીઓ માટેનો અગત્યનો વિડીયો.
Click on below link : એસ.એસ.સી પરીક્ષામાં OMR SHEET ભરવાનો વિદ્યાર્થીઓ માટેનો અગત્યનો વિડીયો.
ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ Sanand G.I.D.C live practical trade training.
ગોઝારિયા ITI ના Sheet Metal Worker and Welder તાલીમાર્થીઓ તથા તેમના શિક્ષક દ્વારા સાણંદ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ – G.I.D.C live practical trade training યોજવામાં આવી.
નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાન
શ્રી ગોઝારીયા કેળવણી મંડળ ના અષ્ટદશાબ્દિ મહોત્સવ નિમિત્તે કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું. તારીખ 16/07/2018 ને સોમવાર ના રોજ નીમા ગલ્સૅ આર્ટસ કૉલૅજ ગોઝારીયા દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મૌન રેલી અને ગ્રામ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં કૉલૅજની 130 જેટલી વિદ્યાર્થિની – બહેનો તથા કૉલૅજ નો સમગ્ર સ્ટાફ જોડાયો. કૉલૅજ ના આચાર્ય…
એન. એસ એસ ઝોનલ વર્કશોપ
એન. એસ એસ. વિભાગના યજમાન પદે ગુજરાત સરકરના ઉપક્રમે પાટણ યુનિ.ખાતે ઝોનલ લેવલના વકૅશોપમાં ગોઝારિયા નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની બે બહેનોએ ભાગ લઈ કોલેજ તેમજ ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. બંને બહેનોને કેળવણી મંડળ તેમજ કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ – વ્યાખ્યાનમાળા
નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કૉલેજીયેટ વુમન ડેવલપમેન્ટ કમિટી (CWDC) ના ઉપક્રમે તા.13/07/2018 ના રોજ વ્યાખ્યાન યોજાયું. વાઈબ્રન્ટ ગતિશીલ ગુજરાત ના સક્રિય કાર્યકર ઝંખનાબેન ત્રિવેદીએ સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ પર પ્રકાશ પાડયો. જેમાં લગ્ન અને કેરિયર વિશેના ઈન્ટરવ્યુ બાબતે રસપ્રદ માહિતી આપી. સાથે સાથે સ્ત્રી ઉપયોગી હેલ્પલાઈનથી અવગત કર્યા. આ પ્રેરણાત્મક વ્યાખ્યાનમાં તમામ વિદ્યાર્થીનિ-બહેનો ઉત્સાહ…
વાલી મિટીંગ અને ઓરી રસીકરણ અભિયાન
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓની વાલી મિટિગ આજ તા. 13/7/2018 ના રોજ શ્રી ગોઝારીયા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જે.એન.પટેલ સાહેબની હાજરીમાં પ્રાર્થનહોલમાં યોજાઈ. સદર મિટીગમાં બળાઓના અભ્યાસની ચર્ચા થઈ. આ ઉપરાંત ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.શ્રી જે.એન.પટેલ સાહેબે પ્રસગોચિત પોતાના વિચારો રજૂ કર્યા.અને 80 વર્ષની ઉજવણી અંગેની રસપ્રદ માહિતી આપી. નિયામકશ્રી એન.કે.પટેલ…
કેળવણી મંડળના હોદ્દેદારો નો સ્નેહ મિલન કાર્યક્રમ
ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત સર્વે સંસ્થાઓના કર્મચારીઓ તથા કેળવણી મંડળના હોદ્દેદારો નો સ્નેહ મિલન કાર્યક્રમ શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલના યજમાન પદે યોજાયો. સદર સ્નેહ મિલન કાર્યક્રમમાં અષ્ટદશાબ્દિ પર્વની ઉજવણીના કાર્યક્રમોની ચર્ચા , શિક્ષણ મુખપત્ર બહાર પાડવા વિચાર વિમર્શ તથા બદલાતા સંજોગોમાં તદુરસ્ત સમાજના નિર્માણ માટે બાળકમાં અસરકારક શિક્ષણ દ્વારા હકારાત્મક મૂલ્યોનું ઘડતર થાય તેવું આયોજન…
પ્રવેશોત્સવ ૨૦૧૮
ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા આયોજિત પ્રવેશોત્સવ માં માન.નાયબ મુખ્યમંત્રીશ્રી નિતિનભાઈ પટેલ અને ગોઝારીયા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.પટેલ પ્રવેશ અપાવી રહ્યા છે.
Quisque at nibh ac purus aliquet accumsan
Amet ipsum id sem quis mauris porttitor conse quat id vitae dolor. Phasellus ligula velit molestie rhoncus ullamcorper mauris ultricies mi at pharetra lorem.
Sed tincidunt urna sit amet tempus euismod
Morbi eu enim ac risus varius porta ac nec dui. Praesent eleifend, ipsum et bibendum lobortis, ex nulla laoreet!
Maecenas sit amet tincidunt elit
Duis ornare, est at lobortis mollis, felis libero mollis orci, vitae congue neque lectus vel neque. Aliquam ultrices erat.
Lorem iosum sit amet dolor
Duis ornare, est at mollis for libero mollis orci vitae dictum lacus quis neque lectus vel neque.
Vivamus – aliquam dictum lacus quis
Nunc viverra feugiat neque eu bibendum. Nam consectetur, erat sodales volutpat malesuad nvallis ipsum, nec eleifend felis diam a justo.
Curabitur eget pharetra sapien
Dolor quis mauris porttitor conse quat id vitae dolor. Phasellus ligula velit molestie rhoncus ullamcorper mauris ultricies mi at pharetra.