આજ તા. 25/07/2018 ના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કુલ,ગોઝારિયાના પ્રાર્થનહોલમાં ગોઝારીયા ગામના રહેવાસી અને વ્યવસાયે ડોક્ટર શ્રી બાબુભાઈ ગોસ્વામી ની અધ્યક્ષતામાં ગુરુપૂર્ણિમા ના પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવી. કેળવણી મંડળ સંચાલિત કે.કે.પટેલ ગર્લ્સ સ્કુલ,શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને નીમા ગર્લ્સ આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓ -ગુરુજનો ,કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી જે.એન.પટેલ,કારોબારી સભ્ય શ્રી એ.જી.પટેલ તથા અન્ય હોદ્દેદારો શ્રી કે.ડી.પટેલ,શ્રી ઈશ્વરભાઈ પટેલ હાજર રહી શાળામાંથી નિવૃત થયેલા પૂર્વ શિક્ષકો કુસુમબેન રાવલ,સૂર્યાબેન પટેલ,મ.ચ.પટેલ,કુબેરભાઈ,આર.ડી.ગઢવી,અં.લા.પટેલ વગેરે ગુરુજનોનું શાલ અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું.
મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જી.ડી.પટેલ સાહેબ હાજર રહી પ્રસંગોચિત વક્તવ્યમાં વિદ્યાર્થીઓ ને ગુરુનું સન્માન કરવાની શીખ આપી. શ્રી જે.એન.પટેલ સાહેબે સંસ્થાની 80 વર્ષની ઉજવણીના આયોજનની રૂપરેખા આપી. તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શુભેચ્છા પાઠવી.
મુખ્ય વકતા ગોઝારીયા કન્યા શાળાની શિક્ષિકાબેન ગીતાબેન વાઘેલાએ પોતાના ધારદાર વક્તવ્યમાં ગુરુપૂર્ણિમા ઉજવણીનો મહિમા તથા વિદ્યાર્થીઓ ને યોગ્ય માર્ગદર્શન, પ્રેરણા મળે તે માટે વિવિધ ઉદાહરણો દ્વારા પોતાની વાત રજૂ કરી.
આજના પાવન પ્રસંગે સમારંભના અધ્યક્ષ શ્રી બાબુભાઈ ગોસ્વામી સાહેબે 2 લાખના દાનની તથા નિવૃત શિક્ષિકા સૂર્યાબેન પટેલે 25000 દાનની જાહેરાત કરી.
સ્વાગત પ્રવચન શ્રી કે.કે.પટેલ ગર્લ્સ સ્કૂલના ઈ.આચાર્યશ્રી મુકેશભાઈ લીંબાચીયા એ કર્યું. તથા સ્ટેજ સંચાલન શ્રી ગણેશભાઈ સાહેબ ,શ્રી ચિરાગભાઈ પટેલ સાહેબે કર્યું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન ગોઝારીયા કેળવણી મંડળના નિયામક અને ભૂતપૂર્વ ડી.ઈ. ઓ શ્રી નિરૂભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે યોજાયું. અને કાર્યક્રમ ખૂબજ સફળ રહ્યો.