“””””””””””””””””””””””””””””””””””””””
તા. 24મી ઓગષ્ટ, 2018 ના રોજ નીમા મહિલા વિનયન મહાવિદ્યાલય (નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ) ગોઝારિયા ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તથા વીર નર્મદની 185મી જન્મ જયંતીનું દબદાભેર આયોજન કરાયું.
આ કાર્યક્રમનો આરંભ યુનિવર્સિટીના ‘ અમે ઉત્તર ગુર્જરવાસી….’ ગીત દ્વારા કરાયો. વિભાગના પ્રા. ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની અગત્યતા અને વિભાગ અધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહ વાઘેલાએ નર્મદ-દલપત સર્જક પહેલાં સમાજસુધારક વિશે માહિતી આપી સાથે સાથે પ્રિ. ડૉ. ગાયત્રીબેન બારોટે કાર્યક્રમ અનુરૂપ વાત કરી. ઉપરાંત ગુજરાતી વિભાગની વિદ્યાર્થિનીઓએ ગુણવંતી ગુજરાત અને નર્મદની કવિતાઓનું પઠન કર્યું.