નીમા ગલ્સૅ આટસૅ કૉલેજ, ગોઝારિયા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિની દ્રિદિવસીય ઉજવણી કરવામાં આવી, જેમાં તારીખ 1/10/2018 ના રોજ ‘ગાંધીવિચાર’ ને સ્પર્શતા પુસ્તક-પ્રદર્શન યોજવામાં આવ્યું જે અન્વયે ગાંધીસાહિત્ય નું વાંચન વિદ્યાર્થિનીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું. તેમજ તારીખ 2/10/18 ના રોજ ગાંધીવિષયક નિબંધસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. તેમજ કોલેજ ના પ્રવૃત્તિખંડ માં વક્તૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું જેમાં વિષય હતો- “આજે બાપુ હોત તો શું કરત” . આ ઉપરાંત 10 થી 11 કલાક વચ્ચે 25 વિદ્યાર્થીનીઓ દ્વારા Online WhatsApp Quiz માં ભાગ લેવામાં આવ્યો. સમાંતરે એન.એસ.એસ ની સ્વયંસેવીકાઓ દ્વારા સ્વચ્છતાઅભિયાન, વ્યસનમુક્તિ જેવા રચનાત્મક કાર્યક્રમો કર્યા હતા. આ દ્વિદિવસીય કાર્યક્રમ માં કોલેજ નો સમસ્ત સ્ટાફ તથા મોટી સંખ્યા માં વિદ્યાર્થિનીઓ એ ભાગ લઈ ને સાચા અર્થ માં ગાંધીજયંતિ ને સાકાર કરી હતી. ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધા નું સંચાલન ડો. તુષાર પંડયા એ કર્યું હતું. આચાર્યા શ્રી ગાયાંત્રિબેન બારોટે ગાંધીજી ના આદર્શો અને વિચારો નો અમલ કરી તેનો સમાજ માં ફેલાવો કરવા નું વિદ્યાર્થિનીઓ ને આહવાન કર્યું હતું.સમગ્ર કાર્યક્રમ કોલેજ ના એન.એસ.એસ એકમ ના નેજા હેઠળ યોજાયો.