આઝાદી મળ્યા પછીના 70 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 125 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.
વિદ્યાર્થીઓ છોડમાં રણછોડની ભાવના સમજે તે હેતુને ધ્યાનમાં રાખીને એક બાળ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તે માટે આજે આંબલિયાસનની નર્સરીમાંથી 650 રોપઓનું આપણી શાળામાં આગમન થયું છે. શાળાના શિક્ષકો શ્રી મહેશભાઈ, શ્રી દિનેશભાઈ તથા શાળાના આચાર્યશ્રી એમ.એમ.પટેલ આવતીકાલે આયોજનબદ્ધ વૃક્ષારોપણ યોજાય અને મુખ્ય હેતુ સિદ્ધ થાય તેનો વિચાર વિમર્શ કરતા છબીમાં નજરે પડી રહયા છે.



