તા.22/07/2018 ને રવિવારે તાલુકા કક્ષાના કલા મહાકુંભના કાર્યક્રમમાં (વર્ધમાન વિદ્યાલય -મહેસાણા ખાતે ) શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલે 4 કૃતિમાં ભાગ લીધો. જેમાં જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે. સમૂહગીતમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શિક્ષકમિત્રોને આચાર્યશ્રી તથા ગોઝારીયા કેળવણી મંડળ અભિનંદન પાઠવે છે.