મીઝલ્સ (ઓરી) અને રૂબેલા (નૂરબીબી) નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા માં યોગ્ય લાયકાત ધરાવતા તથા તાલીમ લીધેલ આરોગ્ય કર્મચારી દ્વારા વિદ્યાર્થિનીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો.
ઓરી અને રુબેલા રસીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ નો ઉત્સાહ ખૂબ જ પ્રેરણા આપે એમ રહ્યો. સમગ્ર શાળા પરિવારે બાળકોને સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રસીકરણ કાર્યક્રમ દરમ્યાન શાળા પરિવાર તરફથી તમામ દીકરીઓને ફ્રૂટ નો નાસ્તો આપવામાં આવ્યો જેથી રસી ની સુયોગ્ય અસર દીકરીઓના સ્વાસ્થ્ય પર થાય. શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ સાહેબે શાળાના તમામ શિક્ષક મિત્રો નો આભાર વ્યક્ત કરી એમનો ઉત્સાહ વધાર્યો હતો.તેમજ નિયામકશ્રી નીરુભાઇ પટેલ સાહેબે શાળા પરિવાર ને અભિનંદન પાઠવ્યા હતા.