Welcome to Gozariya Kelavni Mandal
ગૌ.ઝરિયા, ગો.ઝરિયા અને છેવટે વર્તમાન કાલખંડનું ગોઝારિયા. ઉત્તર ગુજરાતના મહેસાણા તાલુકાનું હરિયાળીથી પલ્લવિત અને રસાળ ધરતીની ગોદમાં વિકસેલું આપણા રૂદિયાનું રતન એટલે આપણું વતન ગોઝારિયા. આવા ગૌરવશાળી ગોઝારિયાનું ઘરેણું એટલે ગોઝારિયા કેળવણી મંડળ. દેશની આઝાદી પહેલા દશકા અગાઉ જેની સ્થાપના થયેલી અને આઠ દાયકાની વિકાસયાત્રાને અંતે આજે લગભગ દશ શૈક્ષણિક એકમોનું સંચાલન કરતી સંસ્થા એટલે ગોઝારિયા કેળવણી મંડળ.
પ્રાથમિક શિક્ષણ માટે ગોઝારિયા ખાતે શ્રીમંત ગાયકવાડ સરકાર દ્વારા ઓગણીસમી સદીમાં જ પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળાની સ્થાપના થયેલી. પરંતુ અંગ્રેજી શિક્ષણ માટે કડી,પિલવાઈ,વિસનગર કે અમદાવાદ જવું પડે તેમ હતું. વળી તે સમયે ગ્રામ્ય સમાજની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી હતી. આવા સમયે સને ૧૯૩૭ ના મે માસમાં ગોઝારિયાના વતની અને સૂરત ખાતે જરી-કિનખાબનો ધંધો કરતા બે ભાગીદારો સ્વ.સોમાભાઈ અંબાલાલ પટેલ અને સ્વ.લાલાભાઈ અંબારામ પટેલ વતનમાં આવેલા.દૈવકૃપાથી અને ગોઝારિયાના લોકોના સદનસીબે આ બે ભાગીદારોએ ગામના દીર્ઘદ્રષ્ટા અને શિક્ષણનું મહત્વ સમજતા ગામના પરગજુ આગેવાન કાર્યકરોને પોતાના ઘેર બોલાવી અંગ્રેજી શિક્ષણ માટેની માધ્યમિક શાળા શરૂ કરવા સુચન કર્યું. આગેવાનોની આર્થિક સંકડામણની મુંજવણ સમજી તેઓએ તે વઝતે ૧૫૦૧/- રૂપિયા જેટલી માતબર રકમ દાનમાં આપી. અને ભવિષ્યમાં સૂરતથી દાન એકત્ર કરી સહયોગ આપવાની હૂંફ પૂરી પાડી. આ શુભઘડીએ જ માધ્યમિક શાળા ધી એગ્લો વર્નાક્યુલર સ્કૂલ (ધી એ.વી. સ્કૂલ ) નો સંકલ્પ સાકાર પામ્યો. આગેવાનોએ સ્વ.રામચંદ્ર જમનાદાસ અમીન ( વકિલ ) ના નેતૃત્વમાં શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના તા. ૦૪-૦૬-૧૯૩૭ થી અને ધી એ.વી. સ્કૂલ નો પ્રારંભ તા. ૧૧-૦૬-૧૯૩૭ ના રોજ કરેલ.
ગામ મધ્યે ભાડાના મકાનમાં તા. ૧૧-૦૬-૧૯૩૭ માં પ્રથમ બે ધોરણ – ૧ અને ૨ ( આજનું ધોરણ ૫ અને ૬ ) ની અંગ્રેજી શાળા શરૂ થઈ. જેમાં કુલ ૪૯ વિદ્યાર્થીઓની સંખ્યા હતી. સને ૧૯૩૮ માં ત્રીજુ ( આજનું સાતમું ) ધોરણ , ૧૯૩૯ માં ચોથું ( આજનું આઠમું ) ધોરણ ખોલવામાં આવ્યું. ત્યારે ૧ થી ૪ ધોરણમાં કુલ ૬૭ વિદ્યાર્થીઓ ભણતા હતા. વચ્ચેના ગાળામાં નવમું ધોરણ ખુલ્યુ નહિ, આને કારણે આ વર્ષાના ગાળામાં ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓનો અભ્યાસ સ્થગિત થઈ ગયો. બહારગામ ભણવા જવાનું ખર્ચ ગામડાના વાલીને પરવડે તેમ ન હતું. ધોરણ ચોથું ( આજનું આઠમું ) ધોરણ ભણીને આઠ-દશ વિદ્યાર્થીઓ કડી બૉર્ડીગ ભણવા ગયેલા. મુશ્કેલ સ્થિતિમાં ઈ.સ ૧૯૪૩ માં સ્વ.શ્રી અમીચંદદાસ ત્રિકમલાલ પટેલના ઉત્સાહ અને સાહસભર્યા પ્રયાસથી પાંચમા ( આજના નવમા ) ધોરણની શરૂઆત થઈ. તે પછી ૧૯૪૯ માં છઠ્ઠુ ( આજનું દસમું ) ધોરણ શરૂ કરવામાં આવ્યું. લોકોની શિક્ષણ અભિરુચિ અને જ્ઞાનપિપાસાને લઈ તા. ૦૧-૦૩-૧૯૫૧ ના રોજ વિજાપુર તાલુકાના મામલતદાર સાહેબના પ્રમુખપદે અને શ્રી સોમાભાઈ અંબારામ બહેચરદાસ જરીવાલાના શુભહસ્તે ધોરણ ૭ ( આજનું અગિયારમું ) નો એટલે કે એસ.એસ.સી. નો વર્ગ ખુલ્લો મુકવામાં આવ્યો. તે દિવસથી આ શાળા એ.વી. સ્કૂલ મટી ગોઝારિયા હાઈસ્કૂલમાં પરિણમી. લગભગ સાડા ચાર દાયકા સુધી ગોઝારિયા હાઈસ્કૂલની જ્યોત પ્રજ્વલિત રહી. ત્યારબાદ એંસીના દાયકા પછી તબક્કાવાર ગર્લ્સ હાઈસ્કૂલ, આઈ.ટી.આઈ, પ્રાથમિક શાળા,ઉચ્ચત્તર પ્રાથમિક શાળા, ગર્લ્સ આર્ટ્સ કોલેજ,ઔધોગિક તાલીમ સંસ્થાઓ તેમજ ત્રણ અલગ – અલગ બાલમંદિરો તેમજ અમીનોના સિધ્ધનાથ મહાદેવના મંદિર પાસે વાંટામાં સિધ્ધનાથ શૈક્ષણિક સંકુલનો વિકાસ થયો.
આમ, છઠ્ઠી જૂન ૧૯૩૭ ના રોજ પૂર્વજોએ વાવેલા વિકાસના એક બીજમાંથી આઠ દાયકા બાદ વિશાળ વટવૃક્ષ સમાન શૈક્ષણિક ધામ આજે વિદ્યાર્થીઓની આંખોમાં અવનવાં સ્વપ્નો સજાવે છે. અને તેમની પાંખોમાં આભને આંબી જવા માટેનું જોમ પુરૂ પાડે છે.
સંસ્થા ના પ્રમુખ કર્ણધારો
સ્વ. શ્રી હિંમતભાઈ ગિરધારદાસ પટેલ
મંત્રીપદ : ઈ.સ. ૪૩-૪૪ થી ૬૧- ૬૨ (૧૯ વર્ષ)
પ્રમુખપદ: ઈ.સ. ૬૬-૬૭ થી ૬૮- ૬૯
ઈ.સ. ૭૬-૭૭ થી ૮૨- ૬૩(૧૦ વર્ષ)
સ્વ. શ્રી. રામચંદ્રભાઈ જમનાદાસ અમીન
પ્રમુખપદ: ઈ.સ. ૧૯૩૭ થી ૧૯૪૭
ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૬૧
ઈ.સ. ૧૯૬૨ થી ૧૯૬૫
(૨૭ વર્ષ)
શ્રી ભોગીલાલ ડોસાભાઈ શાહ
પ્રમુખપદ: સને ૧૯૪૮-૪૯ થી ૧૯૪૯-૫૦
૨ વર્ષ
શ્રી જોઈતારામ સોમનાથ પટેલ
પ્રમુખપદ: સને ૧૯૬૯-૭૦ થી ૧૯૭૫-૭૬
૭ વર્ષ
શ્રી શંકરભાઈ જીજીદાસ પટેલ
પ્રમુખપદ: સને ૧૯૮૩-૮૪ થી ૧૯૯૪-૯૫
૧૨ વર્ષ
શ્રી હિંમતલાલ શંકરલાલ પટેલ
પ્રમુખપદ: સને ૧૯૯૫-૯૬ થી ૧૯૯૮-૯૯
૦૪ વર્ષ
શ્રી ખોડાભાઈ કે. પટેલ
પ્રમુખપદ: સને ૧૯૯૯-૨૦૦૦ થી ચાલુ
૧૯ વર્ષ થી ચાલુ
સને ૧૯૩૭-૩૮ થી ૨૦૧૮-૨૦૧૯ સુધીના ઉપપ્રમુખોની યાદી
ક્રમ |
નામ |
ક્યાંથી ક્યાં સુધી |
કુલ વર્ષ |
૧ |
શ્રી ગોરધનભાઈ નથ્થુભાઈ શાહ |
સને ૧૯૩૭-૧૯૪૦ થી ૧૯૪૧ થી ૧૯૪૩ |
૫ વર્ષ |
૨ |
શ્રી ભોગીલાલ ડોસાભાઈ શાહ |
૧૯૪૩ થી ૧૯૪૬ |
૩ વર્ષ |
૩ |
શ્રી અમીચંદભાઈ ત્રિકમદાસ પટેલ |
૧૯૪૬ થી ૧૯૫૦ |
૪ વર્ષ |
૪ |
શ્રી સોમાભાઈ અંબારામ પટેલ |
૧૯૫૦ થી ૧૯૫૭ |
૭ વર્ષ |
૫ |
શ્રી ભોગીલાલ સોમનાથ શુક્લ |
૧૯૫૭ થી ૧૯૫૮ |
૧ વર્ષ |
૬ |
શ્રી મફતલાલ પ્રભુરામ રાવલ |
૧૯૫૮ થી ૧૯૬૨ |
૪ વર્ષ |
૭ |
શ્રી હિમતલાલ ગિરધરદાસ પટેલ |
૧૯૬૨ થી ૧૯૬૬ |
૪ વર્ષ |
૮ |
શ્રી ભોગીલાલ ડોસાભાઈ શાહ |
૧૯૬૬ થી ૧૯૬૮ |
૨ વર્ષ |
૯ |
શ્રી છોટાલાલ અમથારામ રાવલ |
૧૯૬૭ થી ૧૯૭૦ |
૩ વર્ષ |
૧૦ |
શ્રી નાથાલાલ ગિરધરલાલ શાહ |
૧૯૬૮ થી ૧૯૬૯ |
૧ વર્ષ |
૧૧ |
શ્રી જોઈતારામ ઈશ્વરદાસ પટેલ |
૧૯૭૦ થી ૧૯૭૫ |
૫ વર્ષ |
ક્રમ |
નામ |
ક્યાંથી ક્યાં સુધી |
કુલ વર્ષ |
૧૨ |
શ્રી શંકરભાઈ જીજીદાસ પટેલ |
૧૯૭૩ થી ૧૯૮૩ |
૧૦ વર્ષ |
૧૩ |
શ્રી શકરાભાઈ ડોસાભાઈ શાહ |
૧૯૭૫ થી ૧૯૭૬ |
૧ વર્ષ |
૧૪ |
શ્રી શંકરભાઈ જેસીંગદાસ પટેલ |
૧૯૭૬ થી ૧૯૮૯ |
૧૩ વર્ષ |
૧૫ |
શ્રી ચંદુભાઈ મગનદાસ પટેલ |
૧૯૮૩ થી ૧૯૮૯ |
૬ વર્ષ |
૧૬ |
શ્રી ભીખાભાઈ બેચરદાસ પટેલ |
૨૦૧૪-૨૦૧૭ |
૩ વર્ષ |
૧૭ |
શ્રી કાન્તિભાઈ ધુળાભાઈ પટેલ |
૧૯૮૯-૨૦૧૫ |
૨૭ વર્ષ |
૧૮ |
ડો. શ્રી માણેકલાલ મથુરદાસ પટેલ |
૧૯૯૮-૨૦૧૯ |
૨૨ વર્ષ |
૧૯ |
શ્રી કાન્તિલાલ અંબાલાલ પટેલ |
૧૯૮૯-૨૦૦૩ |
૧૫ વર્ષ |
૨૦ |
શ્રી ગિરીશભાઈ નાથાલાલ પટેલ |
૨૦૦૪-૨૦૧૭ |
૧૩ વર્ષ |
૨૧ |
શ્રી ખોડાભાઈ કાળીદાસ પટેલ |
૧૯૯૦-૧૯૯૮ |
૮ વર્ષ |
૨૨ ૨૩ |
શ્રી બેચરભાઈ વિઠ્ઠલદાસ પટેલ
ડૉ.શ્રી માણેકભાઈ એમ.પટેલ |
૨૦૦૪-૨૦૧૪ ૨૦૧૪ થી ચાલુ |
૧૦ વર્ષ ……… |
સને ૧૯૩૭-૩૮ થી ૨૦૧૮-૨૦૧૯ સુધીના મંત્રીઓની યાદી
ક્રમ |
નામ |
ક્યાંથી ક્યાં સુધી |
કુલ વર્ષ |
૧ |
શ્રી ડાહ્યાભાઈ મકનજી ઠક્કર |
૧૯૩૭ થી ૧૯૩૯ |
૨ વર્ષ |
૨ |
શ્રી ભોગીલાલ સોમનાથ શુક્લ |
૧૯૩૯ થી ૧૯૪૦, |
૩ વર્ષ |
૩ |
શ્રી ગોરધનભાઈ નથ્થુભાઈ શાહ |
૧૯૪૦ થી ૧૯૪૧ |
૧ વર્ષ |
૪ |
શ્રી હિમતલાલ ગિરધરદાસ પટેલ |
૧૯૪૩ થી ૧૯૬૨ |
૧૯ વર્ષ |
૫ |
શ્રી જોઈતારામ ઈશ્વરદાસ |
૧૯૬૨ થી ૧૯૬૪ |
૨ વર્ષ |
૬ |
શ્રી ખોડાભાઈ જોઈતારામ પ્રજાપતિ |
૧૯૬૪ થી ૧૯૬૯ |
૫ વર્ષ |
૭ |
શ્રી ચંદુભાઈ રામભાઈ પટેલ |
૧૯૬૯ થી ૧૯૭૦ |
૧ વર્ષ |
૮ |
શ્રી રસિકલાલ ભોગીલાલ શાહ |
૧૯૭૦ થી ૧૯૭૪ |
૪ વર્ષ |
૯ |
શ્રી કચરાભાઈ કાલિદાસ પટેલ |
૧૯૭૪ થી ૧૯૮૨ |
૮ વર્ષ |
૧૦ |
શ્રી ખોડીદાસ જોઈતારામ પ્રજાપતિ |
૧૯૭૭ થી ૧૯૮૦ |
૩ વર્ષ |
૧૧ |
શ્રી ઈશ્વરભાઈ પુરુષોત્તમદાસ પટેલ |
૧૯૮૨ થી ૨૦૦૩ |
૩૨ વર્ષ |
ક્રમ |
નામ |
ક્યાંથી ક્યાં સુધી |
કુલ વર્ષ |
૧૨ |
શ્રી કાન્તિભાઈ ધુળાભાઈ પટેલ |
૧૯૮૮-૧૯૮૯ |
૧ વર્ષ |
૧૩ |
શ્રી રતિલાલ ત્રિભોવનદાસ પટેલ |
૨૦૦૨-૨૦૧૦ |
૮ વર્ષ |
૧૪ |
શ્રી મણિલાલ શંકરલાલ પટેલ |
૨૦૦૪-૨૦૧૭ |
૧૩ વર્ષ |
૧૫ |
શ્રી પુરૂષોત્તમભાઈ મંગળદાસ દરજી |
૧૯૯૦-૧૯૯૨ |
૨ વર્ષ |
૧૬ |
શ્રી ગોરધનભાઈ ઈશ્વરદાસ પટેલ |
૧૯૯૨-૧૯૯૩ |
૧ વર્ષ |
૧૭ |
શ્રી ચુનિલાલ લલ્લુદાસ પટેલ |
૧૯૯૩-૧૯૯૪ |
૧ વર્ષ |
૧૮ |
શ્રી ગોવિદભાઈ ઈશ્વરદાસ પટેલ |
૧૯૯૪-૨૦૦૦ |
૬ વર્ષ |
૧૯ |
શ્રી જયંતિભાઈ નારણદાસ પટેલ |
૨૦૧૧-૨૦૧૪ |
૩ વર્ષ |
૨૦ |
શ્રી જીવણભાઈ નથ્થુદાસ પટેલ |
૨૦૦૦-૨૦૦૨ |
૨ વર્ષ |
૨૧ |
શ્રી કેશવલાલ શંકરદાસ પટેલ |
૨૦૧૪-૨૦૧૭ |
૩ વર્ષ |
૨૨ |
શ્રી શૈલેષભાઈ મણીલાલ પટેલ |
૨૦૧૬ થી ચાલુ |
…… |