શ્રી ગૌરવકુમાર જે.પટેલ પ્રિપ્રાયમરી અને શ્રીમતિ ગીતાબેન જે.પટેલ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)નો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો.

ગત તા:૨૯ ફેબ્રુઆરીના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા આ શૈક્ષણિક વર્ષથી પ્રારંભ કરવામાં આવેલ શ્રી ગૌરવકુમાર જે.પટેલ પ્રિપ્રાયમરી અને શ્રીમતિ ગીતાબેન જે.પટેલ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)નો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવેલો. જેમાં શ્રીમતિ જીજ્ઞાબેન જીજ્ઞેશકુમાર પટેલ,શ્રીમતિ ઉન્નતિબેન ગૌરવકુમાર પટેલ મુખ્ય મહેમાન,શ્રી ભીખાભાઈ મણીલાલ પટેલ,શ્રી મહેન્દ્રભાઈ સેંધાભાઈ પટેલ અતિથી વિશેષ તરીકે તથા કેળવણી મંડળના સભ્યોએ હાજરી આપી…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈ.અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ , ગોઝારિયા ખાતે પુલવામા શહીદ દિન ઉજવણી

એક દીવો દેશના શહીદને નામ “પુલવામા શહીદ દિન ઉજવણી” આજ રોજ શાળાના પ્રાર્થના હૉલમાં ૧૪ મી ફેબ્રુઆરી ૨૦૧૯ ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જીલ્લાના અવંતીપોરામાં ભારત માતાની રક્ષા કાજે જાનનું બલિદાન આપનાર શહિદોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગોઝારિયા ગામના આર્મીમાંથી સેવા નિવૃત થયેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી…

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળો યોજાયો.

આજ રોજ તા. 12/02/2020 બુધવારના રોજ બાળકોમાં નફા નુકશાનની સમજ પડે તેમજ ગ્રાહક, બજાર, માલ, પડતર કિંમત, વેચાણ કિંમત, નફો, નુકશાનની સમજ પડે અને ભવિષ્યમાં કુશળ વેપારી બને તેવા શુભ આશિષથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથ.શાળામાં આનંદમેળા નું આયોજન હાથ ધરાયું. આ આનંદ મેળાના આયોજનમાં ધોરણ 6 થી 8 સુધીના વિદ્યાર્થીઓએે ઉત્સાહભેર ભાગ લીધો હતો.…