ગોઝારિયા ITI ના તાલીમાર્થીઓ દ્વારા સાણંદ GIDC ઈન્ડસ્ટ્રીયલ વિઝીટ

ગોઝારિયા ITI ના Sheet Metal Worker and Welder તાલીમાર્થીઓ તથા તેમના શિક્ષક દ્વારા સાણંદ ખાતે ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ – G.I.D.C live practical trade training યોજવામાં આવી.

નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ દ્વારા સ્વચ્છતા અભિયાન

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ ના અષ્ટદશાબ્દિ મહોત્સવ નિમિત્તે કૉલૅજ દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરાયું. તારીખ 16/07/2018 ને સોમવાર ના રોજ નીમા ગલ્સૅ આર્ટસ કૉલૅજ ગોઝારીયા દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત સ્વચ્છતા અભિયાન, મૌન રેલી અને ગ્રામ સફાઈ કાર્યક્રમ કરવામાં આવ્યો. જેમાં કૉલૅજની 130 જેટલી વિદ્યાર્થિની – બહેનો તથા કૉલૅજ નો સમગ્ર સ્ટાફ જોડાયો. કૉલૅજ ના આચાર્ય…

એન.એસ.એસ ઝોનલ વર્કશોપ પ્રતિનિધિત્વ

એન. એસ એસ. વિભાગના યજમાન પદે ગુજરાત સરકરના ઉપક્રમે પાટણ યુનિ.ખાતે ઝોનલ લેવલના  વકૅશોપમાં ગોઝારિયા નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની બે બહેનોએ ભાગ લઈ કોલેજ તેમજ ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. બંને બહેનોને કેળવણી મંડળ તેમજ કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. 

સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ – વ્યાખાનમાળા

નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કૉલેજીયેટ વુમન ડેવલપમેન્ટ કમિટી (CWDC) ના ઉપક્રમે તા.13/07/2018 ના રોજ વ્યાખ્યાન યોજાયું. વાઈબ્રન્ટ ગતિશીલ ગુજરાત ના સક્રિય કાર્યકર ઝંખનાબેન ત્રિવેદીએ સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ પર પ્રકાશ પાડયો. જેમાં લગ્ન અને કેરિયર વિશેના ઈન્ટરવ્યુ બાબતે રસપ્રદ માહિતી આપી. સાથે સાથે સ્ત્રી ઉપયોગી હેલ્પલાઈનથી અવગત કર્યા. આ પ્રેરણાત્મક વ્યાખ્યાનમાં તમામ વિદ્યાર્થીનિ-બહેનો ઉત્સાહ…

વાલી મિટીંગ અને ઓરી રૂબેલા રસીકરણ અભિયાન જાગૃતિ

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓની વાલી મિટિગ આજ તા. 13/7/2018 ના રોજ શ્રી ગોઝારીયા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જે.એન.પટેલ સાહેબની હાજરીમાં પ્રાર્થનહોલમાં યોજાઈ. સદર મિટીગમાં બળાઓના અભ્યાસની ચર્ચા થઈ. આ ઉપરાંત ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.શ્રી જે.એન.પટેલ સાહેબે પ્રસગોચિત પોતાના વિચારો રજૂ કર્યા.અને 80 વર્ષની ઉજવણી અંગેની રસપ્રદ માહિતી આપી. નિયામકશ્રી એન.કે.પટેલ…

ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન

રવિવાર તા. 7/7/2018 ના રોજ ગોઝારીયા ગામમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે.કે.પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી જે.એન પટેલ સાહેબ અને નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબની હાજરીમાં હોદ્દેદારો સાથે 80 વર્ષની ઉજવણી અંતર્ગત ચર્ચા થઈ.

વાહક જન્ય રોગ નિયંત્રણ અને અટકાયત સેટકોમ કાર્યક્રમ

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે પટેલ હા.સે.સ્કૂલ, ગોઝારિયા તારીખ ૦૫-૦૭-૨૦૧૮ ગુરુવાર વાહક જન્ય રોગ નિયંત્રણ અને અટકાયત સેટકોમ કાર્યક્રમ