શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં વિશ્વવસ્તી સપ્તાહ ઉજવણી અંતર્ગત તારીખ ૧૧ જુલાઈ થી તારીખ ૧૮ જુલાઈ ૨૦૧૮ દરમ્યાન નિબંધ, વકતૃત્વ, સુત્રો, ચિત્ર, વાદ-વિવાદ, પ્રદર્શન, આરોગ્ય નિદર્શન જી.સી.ઈ.આર.ટી ડી.વી.ડી પ્રદર્શન વગેરે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી કાર્યક્રમને સુંદર બનાવ્યો હતો. જેમાં શાળાના શિક્ષકો અને…

એન.એસ.એસ ઝોનલ વર્કશોપ પ્રતિનિધિત્વ

એન. એસ એસ. વિભાગના યજમાન પદે ગુજરાત સરકરના ઉપક્રમે પાટણ યુનિ.ખાતે ઝોનલ લેવલના  વકૅશોપમાં ગોઝારિયા નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની બે બહેનોએ ભાગ લઈ કોલેજ તેમજ ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. બંને બહેનોને કેળવણી મંડળ તેમજ કોલેજ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. 

સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ – વ્યાખાનમાળા

નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજ, ગોઝારિયા ખાતે કૉલેજીયેટ વુમન ડેવલપમેન્ટ કમિટી (CWDC) ના ઉપક્રમે તા.13/07/2018 ના રોજ વ્યાખ્યાન યોજાયું. વાઈબ્રન્ટ ગતિશીલ ગુજરાત ના સક્રિય કાર્યકર ઝંખનાબેન ત્રિવેદીએ સ્ત્રી-સશકિતકરણ અને વ્યક્તિત્વ વિકાસ પર પ્રકાશ પાડયો. જેમાં લગ્ન અને કેરિયર વિશેના ઈન્ટરવ્યુ બાબતે રસપ્રદ માહિતી આપી. સાથે સાથે સ્ત્રી ઉપયોગી હેલ્પલાઈનથી અવગત કર્યા. આ પ્રેરણાત્મક વ્યાખ્યાનમાં તમામ વિદ્યાર્થીનિ-બહેનો ઉત્સાહ…

વાલી મિટીંગ અને ઓરી રૂબેલા રસીકરણ અભિયાન જાગૃતિ

શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાઈસ્કુલની વિદ્યાર્થિનીઓની વાલી મિટિગ આજ તા. 13/7/2018 ના રોજ શ્રી ગોઝારીયા કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી જે.એન.પટેલ સાહેબની હાજરીમાં પ્રાર્થનહોલમાં યોજાઈ. સદર મિટીગમાં બળાઓના અભ્યાસની ચર્ચા થઈ. આ ઉપરાંત ઓરી રૂબેલા રસીકરણ અભિયાન અંતર્ગત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.શ્રી જે.એન.પટેલ સાહેબે પ્રસગોચિત પોતાના વિચારો રજૂ કર્યા.અને 80 વર્ષની ઉજવણી અંગેની રસપ્રદ માહિતી આપી. નિયામકશ્રી એન.કે.પટેલ…

ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન

રવિવાર તા. 7/7/2018 ના રોજ ગોઝારીયા ગામમાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન યોજાયું. કેળવણી મંડળના પ્રમુખ શ્રી કે.કે.પટેલ સાહેબ, ટ્રસ્ટી શ્રી જે.એન પટેલ સાહેબ અને નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબની હાજરીમાં હોદ્દેદારો સાથે 80 વર્ષની ઉજવણી અંતર્ગત ચર્ચા થઈ.