शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः ।
वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥
સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય.
આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની સંયુક્ત મિટીંગમાં વિવિધ દાતાઓના દાનની જાહેરાત થતાં દાતાઓનું સન્માન અને આતશબાજી કરવામાં આવી જેને કેમેરામાં કંડારવામાં આવી.
આજ રોજ દાતાઓએ મન મૂકીને દાનની જાહેરાત કરી છે. પરમકૃપાળુ પરમાત્મા તેમને તથા તેમના કુંટુંબીજનોને તન-મન અને ધનથી સમૃધ્ધ રાખે તેવી પ્રાર્થના.