ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત સર્વે સંસ્થાઓના કર્મચારીઓ તથા કેળવણી મંડળના હોદ્દેદારો નો સ્નેહ મિલન કાર્યક્રમ શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સે.સ્કૂલના યજમાન પદે યોજાયો.
સદર સ્નેહ મિલન કાર્યક્રમમાં અષ્ટદશાબ્દિ પર્વની ઉજવણીના કાર્યક્રમોની ચર્ચા , શિક્ષણ મુખપત્ર બહાર પાડવા વિચાર વિમર્શ તથા બદલાતા સંજોગોમાં તદુરસ્ત સમાજના નિર્માણ માટે બાળકમાં અસરકારક શિક્ષણ દ્વારા હકારાત્મક મૂલ્યોનું ઘડતર થાય તેવું આયોજન કરવા આદરણીય શ્રી કે.ડી પટેલ સાહેબ અને શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબે પોતાના અનુભવ સારસ્વત મિત્રો સમક્ષ રજૂ કર્યા. અષ્ટદશાબ્દિ પર્વ ની ઉજવણીના કન્વીનર અને કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી જે.એન પટેલ સાહેબે સર્વે સારસ્વત મિત્રો એ એક થઈ ગોઝારીયા ગામમાં 80 વર્ષથી અવિરત શિક્ષણની જે જ્યોત જલી રહી છે તેને સતત આગળ વધારવા હાકલ કરી હતી.
નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબે ચાલુ વર્ષે સારસ્વત મિત્રો દ્વારા શિક્ષણમાં થયેલ સુંદર પ્રયત્નો ને આવકારી અભિનંદન આપેલ હતા. અને સદર સ્નેહ મિલન કાર્યક્રમની સફળતા માટે કે.કે.પટેલ ગર્લ્સ સ્કૂલના આચાર્ય તથા શિક્ષક ભાઈ બહેનોના સુંદર આયોજનને પ્રોત્સાહિત કરેલ હતા.
છેલ્લે સર્વ સંસ્થાઓના વિચાર વિમર્શ બાદ યજમાન કે.કે.પટેલ ગર્લ્સ હા.સે. સ્કુલના આચાર્યશ્રી દ્વારા આભારવિધિ કરી સૌ છૂટા પડયા હતા.