સૌ વતનબંધુઓ,
નમસ્કાર.
આપણા વતનની શોભા અને આપણી માતૃશિક્ષણ સંસ્થા”શ્રી ગોઝારિયા કેળવણી મંડળ”ની વિકાસયાત્રાના એક્યાસી વર્ષના મુકામ પર ચાલુ વર્ષ ૨૦૧૮ને અષ્ટ્દશાબ્દી વર્ષ તરીકે આપણે સૌ વિવિધ શૈક્ષણિક અને સહશૈક્ષણિક કાર્યક્રમો થકી ઉજવી રહ્યા છીએ.આગામી ૨૯,૩૦ અને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ દરમિયાનના મહા ઉત્સવની આમંત્રણ પત્રિકા આ સાથે સામેલ છે.પત્રિકાની હાર્ડ નકલ સંસ્થાને વિવિધ સ્ત્રોતથી મળેલા સરનામે મોકલી આપવામાં આવશે.તેમ છતાં વોટ્સ અપ ,ફેસબુક જેવાં સોસિયલ મિડિયા મારફતે આપ સૌ પૂર્વ વિદ્યાર્થીઓ,સાધારણ સભ્યો,પદાધિકારીઓ,દાતાઓ,સંસ્થાના શુભેચ્છકો આ પત્રિકા રૂબરૂ મળ્યા તુલ્ય સમજી મહા ઉત્સવની શોભામાં અને સફળતામાં અભિવૃદ્ધિ કરશોજી……..