હિંદુ ધર્મમાં પંચાંગથી શુભ મુહૂર્ત જોવામાં આવે છે. પંચાંગનો અર્થ જ છે પાંચ અંગ હોય, તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ પાંચનું નિર્ધારણ થાય છે, તેને પંચાંગ કહેવાય છે. પચાંગમાં રોજ શુભ અને અશુભ મુહૂર્તોનું લિસ્ટ હોય છે, જે ચોઘડિયાં કહેવાય છે. ભારતીય સંસ્કૃતિમાં શુભ ચોઘડિયામાં સારૂ કામ કરવાની માન્યતા પ્રચલિત છે.
આજરોજ તારીખ ૨૬-૧૦-૨૦૧૮ ના શુક્રવાર ના શુભ દિને શુભ ચોઘડિયામાં શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના બોર્ડ પરિક્ષા ના આવેદન પત્રો ભરવાની શુભ શરૂઆત માનનીય નિયામકશ્રી નિરુભાઈ પટેલ સાહેબ ના સૂચન અને આચાર્ય શ્રી મુકેશભાઈ લીંબાચિયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ વિજય મુહર્ત મા કરવામાં આવ્યું જેમાં શાળા પરિવારના સારસ્વત મિત્રો દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા . તથા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી હસમુખભાઈ પટેલ સાહેબે કર્યું એ બદલ એમને પણ અભિનંદન.