નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. નવરાત્રી એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા માતાનું મહત્વ પણ વધુ હોય છે. માતા એ જનની છે. બાળકનુ પાલન-પોષણ કરે છે. માતા જ બાળકને સંસ્કાર પણ આપે છે. તેવી જ રીતે હિન્દુ ઘર્મમાં પણ માતાની ઉપાસનાનું વિશેષ મહત્વ છે.
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા અષ્ટદશાબ્દી મહોત્સવ ઉજવણીના ભાગ અંતર્ગત કેળવણી મંડળ સંચાલિત બધીજ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે નવરાત્રી મહોત્સવની ઊજવણીનો કાર્યક્રમ નીમા આર્ટ્સ કૉલેજ- ગોઝારિયાના આયોજન નીચે આજ રોજ તા. ૧૨-૧૦-૨૦૧૮ ના દિવસે વિશાળ મેદાનમાં યોજાયો. ટ્રેડીશનલ ડ્રેસમાં કૉલેજ તથા શાળાની વિદ્યાર્થિનીઓ તથા વિદ્યાર્થીઓએ મન મૂકીને નવરાત્રિના ઉત્સવનો આનંદ માણ્યો. કાર્યક્રમની સરૂઆતમાં મહેમાનોનો શાબ્દીક સ્વાગત – પરિચય સન્માન અને દીપ-પ્રાગટ્ય વિધિથી કાર્યક્રમ ખૂલ્લો મૂકાયો.
મહેમાનો તથા વિદ્યાર્થીઓની હાજરીમાં માતાની પૂજા તથા આરતી કરવામાં આવી. ત્યારબાદ ડી.જે સંગીતના સથવારે ગરબાની રમજટ શરૂ થઈ. લગભગ ૨ કલાક સુધી ખેલૈયાઓએ મન મૂકીને નવરાત્રિની મોજ માણી. વિવિધ દાતાશ્રીઓ દ્વારા નવરાત્રિ મહોત્સવ દરમ્યાન અષ્ટદશાબ્દી મહોત્સવમાં યોગદાન જાહેર થયુ. અષ્ટદશાબ્દી મહોત્સવના કન્વીનર શ્રી જયંતિભાઈ એન.પટેલે સૌ દાતાશ્રીઓનો આભાર માન્યો.
ગોઝારિયા કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર અશોકભાઈ જી.પટેલ તથા નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબે નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમ સફળ થાય તે માટે માઈક્રો આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો. વિશાળ મનોરમ્ય મંડપ – સુંદર સ્ટેજ તથા બેઠક વ્યવસ્થા કાર્યક્રમમાં ઉડીને આંખે વળગે તેવા રહ્યા. કાર્યક્રમના અંતે મહેમાનશ્રીઓ દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ અપાયા. અને બુંદીના પ્રસાદ સાથે સૌ વિદ્યાર્થીઓ છૂટા પડ્યા.
સમગ્ર નવરાત્રિ મહોત્સવ કાર્યક્રમ સફળ બને તે માટે નીમા ગર્લ્સ આર્ટ્સ કૉલેજના પ્રિન્સીપાલ શ્રીમતી ગાયત્રીબેન બારોટ તથા કૉલેજનો શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફ ખડે પગે રહ્યો. કૉલેજ તથા કેળવણી મંડળના સુંદર આયોજન દ્વારા આજનો નવરાત્રિ મહોત્સવ ખૂબ જ સફળ રહ્યો. જે લાંબા સમય સુધી નયનપટલ ઉપર યાદગીરી સ્વરૂપે રહેશે.
શ્રી ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત નિમા ગર્લ્સ આર્ટસ કોલેજના આયોજન હેઠળ મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો નવરાત્રી મહોત્સવ “રસિયા મોરા…….” ગત તા:૧૩-૧૦-૨૦૧૮ના રોજ યોજાયેલ જેમાં નીચે મુજબ દાતાઓએ સંસ્થાને દાનની જાહેરાત કરી છે.દાતાશ્રીઓનો ખુબખુબ આભાર…….
₹ ૧,૧૧,૧૧૧/- શ્રી કનુભાઈ જોઈતારામ પટેલ (ખજાનચી,ભાદરવી પુનમિયા સંઘ સંગઠન) હ.સુનિલ,જિજ્ઞેશ(કેનેડા)
₹ ૧,૧૧,૧૧૧/- શ્રી ભીખાભાઈ સોમાભાઈ ભગવાનદાસ પટેલ(રામ) હ.પરેશભાઈ(જેસીબીવાળા)
₹૧,૦૦,૦૦૦/- શ્રી ભોગીભાઈ સોમાભાઈ ભગવાનદાસ પટેલ
₹ ૭૧,૦૦૦/- શ્રી સોમાભાઈ પુરુષોત્તમદાસ મિસ્ત્રી(ટ્રસ્ટી,વિશ્વકર્મા મંદિર ટ્રસ્ટ)
₹ ૫૫,૫૫૫/- શ્રી દશરથસિંહ હરિજી ચાવડા(સોમનાથ સિલેક્શન)
₹૫૧,૦૦૦/- શ્રી કિશનલાલ ખેમજીભાઈ યાદવ(કોન્ટ્રકટર)
₹૫૧,૦૦૦/- શ્રી નટવરલાલ અંબાલાલ પટેલ (ધરમરાજા પરિવાર)
₹ ૨૫,૦૦૦/- શ્રી ઈશ્વરભાઈ મંછારામ પ્રજાપતિ હ.વિક્રમભાઈ
₹ ૨૧,૧૨૧/- શ્રી પ્રતિકસિંહ દશરથસિંહ ચાવડા-સિવીલ ઇજનેર (ભૂ.પૂ.વિદ્યાર્થી)
₹૧૫,૦૦૦/- શ્રી મહેન્દ્રભાઈ રમણભાઈ જોઈતારામ પટેલ
₹ ૯,૧૫૦/- નિમા ગર્લ્સ આર્ટ્સ કોલેજની વિદ્યાર્થીનીઓ
₹ ૫,૦૦૦/- શ્રી કે.કે.પટેલ ગર્લ હા. સેક.સ્કૂલની વિદ્યાર્થીનીઓ
₹ ૨,૬૧૦/- શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ & શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેક.સ્કૂલના વિદ્યાર્થીઓ
₹૨,૫૦૦/- ચાવડા શિલ્પાબેન રાજુસિંહ
₹ ૨,૦૦૦/- પટેલ હર્ષિદાબેન ભરતકુમાર પટેલ
₹ ૨,૦૦૦/- પટેલ મંજુલાબેન ભીખાભાઈ પટેલ
તરફથી જાહેર કરેલા છે.
તદ્ઉપરાંત શ્રીમતી ભાવનાબા દશરથસિંહ ચાવડા તરફથી સંસ્થાને સ્ટીલના ત્રણ બાંકડા ભેટ આપવાની જાહેરાત કરી છે.
તમામનો પુન: આભાર