શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત કેળવણી મંડળ સંચાલિત જુદીજુદી સંસ્થાઓમાં ચાલુ વર્ષ દરમ્યાન ઊજવવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓના બેનર અહિ એકસાથે રજૂ કરવામાં આવેલ છે. બેનર તૈયાર કરવામાં હાઈસ્કૂલના શિક્ષક શ્રી જશવંતભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ સોલંકી સાહેબે તન – મન થી લેબમાં સમય આપી કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી અશોકભાઈ જી.પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સુધારા વધારા કરી નયનરમ્યો બેનરો તૈયાર કરેલ છે. નયનરમ્ય બેનરોના કારણે સ્ટેજ કાર્યક્રમોમાં જીવંતતા આવેલ છે. બેનરોના કારણે ફોટોગ્રાફી પણ ઉડીને આંખે વળગે તેવી રહી છે.જે લોકોના માનસપટલ પર લાંબા સમય સુધી જીવીત રહેશે.