શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહોત્સવ નિમિતે તારીખ ૨૧/૧૧/૨૦૧૮ ને બુધવાર. નારોજ રાત્રે મહાકાળી માતાના ચોકમાં સામાજીક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ મા મુખ્ય મહેમાન શ્રી રાજુભાઇ કરશનભાઈ પટેલ (ખરણા) તેમજ ઉદઘાટક તરીકે શ્રી મનીષભાઈ બળદેવભાઈ પટેલ (ખરણા) તથા શ્રી કે.કે.પટેલ પ્રમુખ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ, ડો.માણેકલાલ પટેલ,શ્રી હિંમતભાઈ શંકરદાસ પટેલ અને ટ્રસ્ટીશ્રીઓ તથા કારોબારી સભ્યશ્રી તથા તમામ સંસ્થાના વડાશ્રી ઓ એ ઉત્સાહ પૂર્વક ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત મા શ્રી જયંતીભાઈ નારાયણભાઈ પટેલ સાહેબ એ મહોત્સવની માહિતી તથા સ્વાગત પ્રવચન આપ્યું અને શ્રી કે.કે પટેલ સાહેબે શિક્ષણ નું આવનારી પેઢી ના જીવન માં મહત્વ વિશે રસ સભર માહિતી આપી હતી.સાંસ્કૃતિક કાર્યક્રમ મા બંસરી મ્યુઝિકલ પાર્ટી દ્વાર જુનિયર આર્ટિસ્ટ અમિતાભ બચ્ચન , રાજેશ ખન્ના, દેવ આનંદ,ગબ્બર સિંહ, નરેશ કનોડિયા ના અભિનય થી સર્વેને ખૂબ જ આનંદ કરાવ્યો હતો. તેમજ કાર્યક્રમ મા રાજુભાઇ દ્વારા રૂપિયા ત્રણ લાખ ની માતબર રકમના દાન ની જાહેરાત પણ ઉત્સાહ પ્રેરે તેમ હતી.
આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી જે.એન.પટેલ સાહેબ ,મંત્રીશ્રી શૈલેષભાઈ પટેલ,નિયામકશ્રી નિરુભાઈ પટેલ સાહેબ અને જીગ્નેશભાઈ જે. પટેલ નું માર્ગદર્શન અને પ્રોત્સાહન સતત પૂરું પાડવા બદલ શ્રી કે. કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ના આચાર્યશ્રી મુકેશભાઈ લીંબાચિયા સાહેબે આભાર વ્યક્ત કરેલ હતો.
કાર્યક્રમ મા ખૂબ વિશાળ સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી ને શોભામાં અભિવૃધ્ધિ કરી હતી.