સોવિનિયરમાં છાપવા માટે ફોટો મોકલી આપવા બાબત
નમ્ર અરજ
કહેવાયું છે કે જગતમાં વિવિધ પ્રકારના દાનકર્મથી દાતા આત્મસંતોષ તો અનુભવે જ છે. પરંતુ સાથે – સાથે પોતાની નૈતિક ફરજનું પાલન કરી પોતાના જીવનને સાર્થક પણ કરે છે.
જગતમાં વિધ-વિધ પ્રકારનાં દાન છે, જેમકે દ્રવ્યદાન, વસ્ત્રદાન, અન્નદાન અને વિદ્યાદાન. આપણા શાસ્ત્રોએ વિદ્યાદાનને શ્રેષ્ઠ કહી બિરદાવ્યું છે. જે દાતા વિદ્યાદાન માટે દ્રવ્યદાન કરે છે તેનું મહત્વ પણ ઓછું નથી.
“અષ્ટદશાબ્દી મહોત્સવ” ૨૦૧૮ ના સોવિનિયર માટે જે-જે દાતાશ્રીઓએ રૂ. ૫૦૦૦/- ( પાંચ હજાર ) કે તેથી વધારે રકમનું દાન આપ્યું હોય તેમના પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ સાભાર સ્વીકૃતિ માટે – સોવિનિયરમાં છપાવવા ગોઝારિયા કેળવણી મંડળ, અષ્ટદશાબ્દી મહોત્સવ સમિતિ મંગાવી રહી છે. તો આપ દાતાશ્રીઓને નીચેના સરનામે આપના પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ મોકલી આપવા જણાવવામાં આવે છે. આપશ્રી નીચેના ઈ-મેઈલ પર પણ ફોટા મોકલી શકો છો.
શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,
અષ્ટદશાબ્દી મહોત્સવ સમિતિ, ગોઝારિયા