રક્ષાબંધન ભાઈ-બહેનના હર્ષ અને સ્નેહનું પર્વ છે. ભારતના મુખ્ય તહેવારની અંદ્ર રક્ષાબંધનનો પણ સમાવેશ થાય છે. માત્ર આ એક જ એવો તહેવાર છે જે દિવસે છોકરીઓનું વધારે મહત્વ હોય છે. દેશના દરેક ખુણાની અંદર આ તહેવારને ઉજવવામાં આવે છે પરંતુ તેની ઉજવાવાની રીત અને તેનું નામ જ અલગ હોય છે. ઉત્તર ભારતની અંદર કંજરી-પૂર્ણિમાના નામથી ઉજવાય છે ત્યાં પશ્ચિમમાં આને નારિયેળ પૂર્ણિમાના નામથી ઉજવવામાં આવે છે.
આજ રોજ તા. 25/08/2018 ના રોજ શ્રીમતી જે.કે.પટેલ પ્રાથમિક શાળામાં ધો.1થી 5 ની વિદ્યાર્થીનીઓએ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રાખડી બાંધી બી ફોર રક્ષાબંધન પર્વ ની ઉત્સાહ અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી વિદ્યાર્થીનીઓ દ્વારા ભાઈઓ તંદુરસ્ત અને સુખી સમૃદ્ધ રહે તથા દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી હતી.