નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.21/02/2019 ના રોજ “વિશ્વ માતૃભાષા દિવસ ” ની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાતીવિભાગાધ્યક્ષ ડૉ. રાજેન્દ્રસિંહે ગુજરાતી માતૃભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આચાર્યાશ્રી ડૉ. ગાયત્રીબેન બારોટે માતૃભાષા થકી વિકાસની સરળતા સમજાવી અને અધ્યક્ષસ્થાનેથી શ્રી મુકેશભાઈ ચૌધરી (આચાર્ય, ગોઝારિયા હાઈસ્કૂલ) સાહેબે પ્રાસંગિક ઉદબોધન કરી શુભેચ્છા પાઠવી હતી. સાથે સાથે નિબંધ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
