તા.08/03/2019 ના રોજ નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા સંચાલિત NSS અને CWDC યુનિટ દ્વારા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણી નિમિત્તે વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં CWDC કોઓર્ડીનેટર ડો. હર્ષાબેન પટેલે જાતીય શોષણ સામે પડકાર અને સ્વ બચાવની વાત કરી અને પ્રા. લલિતા બેને સ્ત્રી સશક્તિકરણ અને આર્થિક ઉપાર્જન માટેની સક્ષમતા વિષે વ્યાખ્યાન આપ્યું. જયારે NSS પ્રોગ્રામ ઓફિસર ડો. રાજેન્દ્રસિંહ વાઘેલાએ મહિલા અધિકારો અંગે વિદ્યાર્થિનીઓને જાગૃત કર્યા.