નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા સંચાલિત ‘કોલેજ કન્ઝયુમર કલબ’ દ્વારા તા. 15 માર્ચ, 2019 ના રોજ ‘આંતરરાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ડૉ. સોમાભાઈ પટેલે(કન્વીનર, કોલેજ કન્ઝયુમર કલબ) વિદ્યાર્થીનીઓને ગ્રાહક અધિકારોથી માહિતગાર કર્યા જયારે ડૉ. હર્ષા પટેલે(મનોવિજ્ઞાન વિભાગ) ઉપભોક્તા જાગૃતિ વિષે વ્યાખ્યાન આપ્યું. વિદ્યાર્થીનીઓને વિષય સંદર્ભના સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં સમગ્ર કોલેજ પરિવાર જોડાયો. સમારોહનું સંચાલન ડૉ. તરુણ રાવલે કર્યું જયારે ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આભારદર્શન થયું.