નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા. 1/9/2018 ના રોજ અષ્ટ દશાબ્દી મહોત્સવ -2018 ઉપક્રમે “વરસાદ વરસે વહાલ વસુધા” નામે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, વિવિધ પ્રસંગોમાં સમાજની મનોભાવના તથા આજની સમસ્યાઓને સ્પર્શતા નૃત્યો, એકપાત્રીય, એકાંકી નાટક, કાવ્યપઠન જેવી કલાકૃતિઓ પ્રસ્તુત થઇ. આ અવસરે કેળવણી મંડળના હોદ્દેદારશ્રીઓ, મહેમાનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ, વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમના ઉદ્ઘાટક, મુખ્ય મહેમાનશ્રી તથા આચાર્યાશ્રીએ પ્રાસંગિક પ્રવચન આપ્યું. અષ્ટ દશાબ્દી મહોત્સવથી આકર્ષિત થઇ દાતાશ્રીઓ દ્વારા દાનનો વરસાદ વરસ્યો હતો. આ પ્રસંગે નીમા કોલેજની ભૂતપૂર્વ વિધાર્થિનીઓ કે જેઓ સારા હોદ્દા પર બેસી સમાજસેવા કરે છે તેઓનું સન્માન પણ થયું. મહોત્સના કન્વિનરશ્રી જે.એન.પટેલ સાહેબે કોલેજના કલાકારોને બિરદાવી, આ પ્રસંગને સફળ બનાવનાર તમામનો તથા દાતાશ્રીઓનો આભાર માન્યો હતો.