સામાન્ય રીતે ઓરી જેવા રોગો પ્રત્યે વિદ્યાર્થીઓ ગંભીરતા દાખવતા નથી જેથી આવા રોગોના ગંભીર પરિણામો જોવા મળતા હોય છે.
સરકારશ્રી દ્વારા ૨૦૨૦ સુધી ઓરીને નાબુદ કરવા તેમજ રૂબેલાને નિયંત્રણ કરવાના હેતુથી એક અભિયાન હાથ ધરાયું છે.આ અભિયાનના ભાગરૂપે શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં તા.31/07/2018 ના રોજ ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં શાળાના કુલ 199 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને રસી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ સી.ચૌધરી તથા શિક્ષકશ્રીઓ એ સક્રિય ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.શાળા પરિવાર દ્વારા રસી લેનાર ભાઈઓ બહેનોને પારલે બિસ્કીટ આપવામાં આવ્યા. શ્રી ભરતભાઈ પટેલ સાહેબે રસી લેનાર વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશનની કામગીરી સંભાળી. સમગ્ર રસીકરણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો.