શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જમનાબેન કાનજીભાઈ પટેલ પ્રાથમિક શાળામાં આજરોજ તારીખ ૧૨-૦૧-૩૦૧૯ ને શનિવારે પતંગોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. ભારતીય પરંપરા મા આવતા આવા આનંદ ના તહેવારો ને બાળદેવો ના જીવન માં એકતા અને સંપ ની ભાવના ને ઉજાગર કરતા કાર્યક્રમો દ્વારા શાળા પરિવાર ઉત્સાહિત થઈ ઉઠ્યું હતું. આ સમગ્ર પતંગોત્સવ નું આયોજન શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં તમામ બાળદેવોએ હર્ષ અને ઉલ્લાસ થી ભાગ લીધો હતો. તે બદલ શાળાના આચાર્યશ્રી મુકેશભાઈ લીંબાચિયાં સાહેબ તથા નિયામક શ્રી નિરુભાઇ પટેલ સાહેબે તમામને અભિનંદન પાઠવ્યાં હતાં.