શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો
આજ રોજ તા. ૨૧/૭/૨૦૧૮ શનિવાર ના શુભ દિને ગર્લ્સ હાઈસ્કૂલ પરિવાર દ્વારા ઇકો કલબ અંતર્ગત પ્રકૃતિ ની વૃધ્ધિ ના ભાગ તેમજ વધુ વૃક્ષો વાવી ભવિષ્ય ના જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો. જેમાં શાળાની વિદ્યાર્થીની ઓ અને શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ લીં બાચિયા તેમજ ઇકો ક્લબ ના કાર્યકર શ્રી ગણેશભાઈ ચૌહાણ તથા સમગ્ર સ્ટાફ પરિવારે આ શુભ કાર્ય મા ઉત્સાહ થી જોડાઈ પ્રકૃતિ નું ઋણ અદા કરવાનો ભગીરથ પ્રયાસ કર્યો હતો.
આચાર્યશ્રી
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ
તેમજ શાળા પરિવાર
ગોઝારીયા.