ગત તા:૨૯ ફેબ્રુઆરીના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા આ શૈક્ષણિક વર્ષથી પ્રારંભ કરવામાં આવેલ શ્રી ગૌરવકુમાર જે.પટેલ પ્રિપ્રાયમરી અને શ્રીમતિ ગીતાબેન જે.પટેલ પ્રાયમરી સ્કૂલ(અંગ્રેજી માધ્યમ)નો પ્રથમ વાર્ષિકોત્સવ ઉજવવામાં આવેલો. જેમાં શ્રીમતિ જીજ્ઞાબેન જીજ્ઞેશકુમાર પટેલ,શ્રીમતિ ઉન્નતિબેન ગૌરવકુમાર પટેલ મુખ્ય મહેમાન,શ્રી ભીખાભાઈ મણીલાલ પટેલ,શ્રી મહેન્દ્રભાઈ સેંધાભાઈ પટેલ અતિથી વિશેષ તરીકે તથા કેળવણી મંડળના સભ્યોએ હાજરી આપી બાળદેવોની અભિવ્યક્તિને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.વાલીગણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો.આચાર્યા સપનાબેન ચાવલાનીએ શાળાની વર્ષ દરમિયાનની શૈક્ષણિક અને સહશૈક્ષણિક કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.