આજે શ્રી સો.ડો.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધા યોજાઇ હતી. જેમાં શાળાના 48 બાળકોએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મક શક્તિને બહાર લાવવાના મુખ્ય હેતુને સાર્થક કરવા અવાર નવાર સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
શાળામાં સફાઈને લગતી રંગોળીમાં ગાંધીજી દોરવામાં આવે છે. તેમજ જુદા જુદા સફાઇના ઓજારો ની
રંગોળી બનાવવામાં આવે છે. તેમજ આજાદી ના ક્રાંતિ વિરોની રંગોળી બનાવવામાં આવે છે. તો વળી ક્યાક ભારત ની પ્રાચીન સંસ્કૃતિને દર્શાવતી રંગોળી દોરવામાં આવે છે. આમ રંગોળી એ અમારી આન બાન ને શાન છે. એ માત્ર રંગની નહીં પણ ફૂલોથી પણ બનાવવામાં આવે છે.
જૂના જમાનમાં રંગોળી ચોખા ના લોટ માથી બનાવવામાં આવતી જેથી પૃથ્વી પરના જીવજંતુ ને ખોરાક મળી રહે.
આજ રોજ શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષક ભાઈ બહેનોના માર્ગદર્શન નીચે સુંદર 48 રંગોળીની રચના કરી.
શ્રી ગોઝારીયા કેળવણી મંડળના નિયામક શ્રી નિરૂભાઈ કે.પટેલ સાહેબે રંગોળી તૈયાર કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા.