આજ તા. ૨૬/૦૭/૨૦૧૮ ના દિવસે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ. ધોરણ – ૮ ના વિદ્યાર્થીએ પોતાના પ્રવચનમાં ગુરુના મહિમાની વાત કરી અને ગુરુને વંદન કર્યા.
શાળાના આચાર્યશ્રી કેતનભાઈ સાહેબે પોતાના વક્તવ્યમાં ગુરુપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનું મહત્વની વાત કરી.
અને કહ્યું કે
ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દિયો બતાય “
અર્થાત,ગુરુની મહત્તા ગોવિંદ કરતાં વધારે છે કેમ કે ગુરુએ આપેલ જ્ઞાન મારફતે યોગ્યતા પ્રાપ્ત કરીને જ શિષ્ય પ્રકાશમાન દીપક સમાન પરમાત્મા સુધી પહોંચીને એની ઝાંખી કરી શકે છે.