સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામ ધૂમ અને ઉત્સાહ પૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં શ્રી મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ઉત્સવની ઊજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી શ્રી કેતનભાઈ પટેલ દ્વારા ગણેશજીની મહા પૂજા કરવામાં આવી હતી અને શાળામાં ધાર્મિક પ્રવુતિ દ્વારા વિધાર્થીઓમાં ધર્મ પ્રત્યેની સજાગતા કેળવાય ત્યારે વિધાર્થીઓ તેમજ શિક્ષકોની ઉત્સાહી વ્રુતિ વંદનીય હતી. શાળાઓના બાળકો દ્વારા પ્રસંગોચિત ડાન્સ કરી આનંદની મોજ માણી હતી. શાળાના શિક્ષિકાબેન શ્રીમતી ભાવનાબેન ડાભી દ્વારા ગણપતિ સ્તુતિ તથા શ્લોકગાન કર્યું હતું. વિદ્યાર્થીઓને બુંદી ગાંઠિયા નો પ્રસાદ ભાવનાબેન દ્વારા આપવામાં આવેલ હતો.