આ રોજ ગોઝારીયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શાળાના વિશાળ મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી ,તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ દાતાઓશ્રી તરફથી તેજસ્વી તારલાઓને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા.
વિવિધ દાતાશ્રીઓ તરફથી અષ્ટદશાબ્દિ મહોત્સવમાં માતબર દાનની જાહેરાત કરવામાં આવી. આનંદ ઉત્સાહથી સૌ હાજર 4000 જેટલી મેદનીએ કાર્યક્રમને માણ્યો. સમગ્ર કાર્યક્રમ શાળાના નિયામક શ્રી એન.કે.પટેલ સાહેબ તથા કેળવણી મંડળના હોદ્દેદારોના સફળ આયોજનને કારણે ખૂબજ સફળ રહ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિજ્ઞાન શિક્ષક શ્રી જીતુભાઈ પટેલ તથા શ્રી પારસભાઈ ડબગર સાહેબે કર્યું.શાળાના આચાર્યશ્રે મુકેશભાઈ સાહેબે સૌ નો આભાર વ્યક્ત કર્યો.