શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં વૃક્ષારોપણની પૂર્વતૈયારી કરાઈ

આઝાદી મળ્યા પછીના 70 વર્ષ દરમિયાન ભારતની વસ્તી 36 કરોડમાંથી વધીને 125 કરોડ જેટલી થઈ ગઈ છે. વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે.…

નિમા ગર્લ્સ આર્ટસ કોલેજમાં ભાષા શુદ્ધિકરણ સ્પર્ધા યોજાઈ.

ગુજરાતી ભાષાના મૂર્ધન્ય સર્જકોની યાદમાં નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયામાં ગુજરાતી વિભાગ દ્વારા તારીખ ૩૧મી જુલાઈ, ૨૦૧૯ના રોજ “ભાષા શુધ્ધિકરણ” સ્પર્ધાનું આયોજન કરાયું. આ સ્પર્ધાના આધારે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતી વિદ્યાર્થિની-બહેનો શુધ્ધ ઉચ્ચારણ સાથે વાંચી-લખી-સમજી-બોલી શકે તેવા શુભાષયથી આયોજન કરાયું અને વિભાગ દ્વારા નિરીક્ષણ-પરીક્ષણ કરવામાં આવ્યું.