શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઈ

તા. 17/7/2018 બુધવારના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાની શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી.

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ – કલા મહાકુંભમાં મેળવેલ સિદ્ધિ

તા.22/07/2018 ને રવિવારે તાલુકા કક્ષાના કલા મહાકુંભના કાર્યક્રમમાં (વર્ધમાન વિદ્યાલય -મહેસાણા ખાતે ) શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલે 4 કૃતિમાં ભાગ લીધો. જેમાં જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવેલ છે. સમૂહગીતમાં શાળાની વિદ્યાર્થિનીઓ દ્વિતીય નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે. વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શિક્ષકમિત્રોને આચાર્યશ્રી તથા ગોઝારીયા કેળવણી મંડળ અભિનંદન પાઠવે છે.