સારસ્વત પરિવાર – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સેં સ્કૂલ – ગોઝારિયા
સારસ્વત પરિવાર – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સેં સ્કૂલ – ગોઝારિયા
સારસ્વત પરિવાર – શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હા.સેં સ્કૂલ – ગોઝારિયા
આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ માં ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનું સ્નેહમિલન યોજાયું. શ્રી ગોઝારીયા કેળવણી મંડળ આયોજિત અષ્ટ દશાબ્દી મહેત્સવ ૨૦૧૮ અંતર્ગત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન તારીખ ૨૯/૦૭/૨૦૧૮ ના રોજ બપોરે ૨:૦૦ વાગ્યે શાળા ના પ્રાંગણ મા કરવામાં આવ્યું હતું જેમાં મહોત્સવ અંગે શ્રી જયંતીભાઈ…
મીઝલ્સ (ઓરી) અને રૂબેલા (નૂરબીબી) નાથવા માટે રાજ્ય સરકાર દ્વારા હાલ સમગ્ર રાજ્યમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે આજ રોજ ગોઝારીયા કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કુલ ગોઝારીયા માં યોગ્ય લાયકાત ધરાવતા તથા તાલીમ લીધેલ આરોગ્ય કર્મચારી દ્વારા વિદ્યાર્થિનીઓને રસી આપવાનો કાર્યક્રમ યોજાયો. ઓરી અને રુબેલા રસીકરણ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓ નો ઉત્સાહ…
આજ તા. 25/07/2018 ના રોજ ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કુલ,ગોઝારિયાના પ્રાર્થનહોલમાં ગોઝારીયા ગામના રહેવાસી અને વ્યવસાયે ડોક્ટર શ્રી બાબુભાઈ ગોસ્વામી ની અધ્યક્ષતામાં ગુરુપૂર્ણિમા ના પ્રસંગની શાનદાર ઉજવણી કરવામાં આવી. કેળવણી મંડળ સંચાલિત કે.કે.પટેલ ગર્લ્સ સ્કુલ,શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને નીમા ગર્લ્સ આર્ટસ કોલેજની વિદ્યાર્થિનીઓ -ગુરુજનો ,કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી…
શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના અંતર્ગત સાયકલ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં શાળા પરિવાર ના વહીવટી વિભાગ ના સિનિયર ક્લાર્ક શ્રી પ્રવીણભાઈ પટેલ અને જુનિયર ક્લાર્ક શ્રી કિર્તીભાઇ પટેલ તેમજ આચાર્યશ્રી મુકેશભાઈ લીંબાચિયા સાહેબે વાલીઓ અને વિદ્યાર્થિની ઓ ને સાયકલ વિતરણ કરી હતી.
શ્રી કે.કે.પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ માં વૃક્ષારોપણ કાર્યક્રમ ઉજવાયો આજ રોજ તા. ૨૧/૭/૨૦૧૮ શનિવાર ના શુભ દિને ગર્લ્સ હાઈસ્કૂલ પરિવાર દ્વારા ઇકો કલબ અંતર્ગત પ્રકૃતિ ની વૃધ્ધિ ના ભાગ તેમજ વધુ વૃક્ષો વાવી ભવિષ્ય ના જતન માટે વૃક્ષારોપણ કાર્યક્રમ કર્યો. જેમાં શાળાની વિદ્યાર્થીની ઓ અને શાળાના આચાર્ય શ્રી મુકેશભાઈ લીં બાચિયા તેમજ ઇકો ક્લબ…