શિક્ષણ જ્ઞાન જ્યોત પદયાત્રા

કોઈએ સાચું જ કહ્યું છે કે …જ્ઞાનથી પવિત્ર બીજું કશુજ નથી એ વિચારને જીવનપર્યંત સાચા અર્થમા ચરિતાર્થ કરનાર અને આજીવન ‘સત્યમ’, ‘શિવમ’ અને ‘સુંદરમ’  વિચારને કર્મપ્રધાન અને ઉપાસક માનનાર એટલે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ,ગોઝારિયા. તા. ૦૬-૦૪-૧૯૩૭ ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળની સ્થાપના થઈ. ૧૯૩૭થી સતત આજ-દિન સુધી ઉત્તમ કેળવણીના મૂલ્યો અને ‘બેટી બચાવો,બેટી વધાવો…

શિક્ષણ જ્ઞાન જ્યોત રથયાત્રાને સત્કારવા – આવકારવા આતુર શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની વિધ્યાર્થિનીઓ 

શિક્ષણ જ્ઞાન જ્યોત રથયાત્રાને સત્કારવા – આવકારવા આતુર શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળાની વિધ્યાર્થિનીઓ

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત  “ સારસ્વત સંમેલન કાર્યક્રમ  ” યોજાયો.

આજ તા. ૧૫-૧૦-૨૦૧૮ સોમવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ – અષ્ટ દશાબ્દી મહોત્સવ ૨૦૧૮ અંતર્ગત  “ સારસ્વત સંમેલન કાર્યક્રમ  ”  શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલના મફતલાલ મુખી પ્રાર્થનાહૉલમાં યોજાયો. સવારે ૧૦-૦૦ કલાકના ટકોરે સમારંભના આદરણીય પ્રમુખશ્રી ડી.એમ.પટેલ સાહેબ ,મુખ્ય મહેમાનશ્રી પ્રવિણસિંહ રાઠોડ ,અતિથી વિશેષ સોનલબેન મોદી, શ્રીમતી મીનાબેન મોદી , ગો.કે.મંડળના ટ્ર્સ્ટી…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાયેલી જુદી જુદી યાદગીરી બેનરો સ્વરૂપે

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત કેળવણી મંડળ સંચાલિત જુદીજુદી સંસ્થાઓમાં ચાલુ વર્ષ દરમ્યાન ઊજવવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓના બેનર અહિ એકસાથે રજૂ કરવામાં આવેલ છે. બેનર તૈયાર કરવામાં હાઈસ્કૂલના શિક્ષક શ્રી જશવંતભાઈ પટેલ તથા શ્રી મુકેશભાઈ સોલંકી સાહેબે તન – મન થી લેબમાં સમય આપી કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી અશોકભાઈ જી.પટેલ…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દી મહોત્સવ અંતર્ગત નીમા મહિલા કૉલેજના આયોજન નીચે ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત બધીજ શૈક્ષણિક સંસ્થાઓનો નવરાત્રિ મહોત્સવ યોજાયો.

નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. નવરાત્રી એક એવો તહેવાર છે જેમા માતાના નવરૂપનું પૂજન કરવામાં આવે છે. આમ તો હિન્દુ ધર્મમાં મુખ્યત્વે ગણપતિ, મહાદેવ, ભગવાન વિષ્ણુ, સૂર્ય, આદ્યશક્તિ માઁ દુર્ગા, વગેરેનું સ્થાન ઉપર છે. દરેક જીવાત્માના જીવનમાં પિતા કરતા માતાનું સ્થાન ઉંચુ હોય છે. પિતા કરતા…

શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા માં ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થિનીઓ માટે પ્રથમ વાર્ષિક પરિક્ષા લક્ષી માર્ગદર્શન યોજાયું.

શ્રી ગોઝારીયા કેળવણી મંડળ સચાલિત શ્રી કે.કે. પટેલ ગર્લ્સ હાયર સેકન્ડરી સ્કૂલ ગોઝારિયા માં આજ રોજ ધોરણ 10 અને ધોરણ 12 ની વિદ્યાર્થિની ઓ માટે પ્રથમ વાર્ષિક પરિક્ષા લક્ષી માર્ગદર્શન નું સુંદર અને અર્થસભર આયોજન થયું હતું. આચાર્ય શ્રી મુકેશભાઈ લીંબાચિયા શ્રી હશમુખભાઈ પટેલ શ્રી ગણેશભાઈ ચૌહાણ અને શ્રી દિલીભાઈ નાથ સાહેબશ્રી ઓ એ અર્થસભર…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વચ્છતા અભિયાન

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓના કર્મયોગી આચાર્યશ્રીઓ અને શિક્ષકોના આયોજન હેઠળ વિદ્યાર્થી ભાઇ-બહેનો દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગામનાં જાહેર સ્થળો તેમ જ જાહેર માર્ગોની સફાઈનો કાર્યક્રમ આજે સવારે કરવામાં આવેલ છે.સૌનો અભિનંદનસહ આભાર.

નીમા ગલ્સૅ આટસૅ કૉલેજ, ગોઝારિયા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિની દ્રિદિવસીય ઉજવણી કરવામાં આવી

નીમા ગલ્સૅ આટસૅ કૉલેજ, ગોઝારિયા ખાતે મહાત્મા ગાંધી જન્મ જયંતિની દ્રિદિવસીય ઉજવણી કરવામાં આવી, જેમાં તારીખ 1/10/2018 ના રોજ ‘ગાંધીવિચાર’ ને સ્પર્શતા પુસ્તક-પ્રદર્શન યોજવામાં આવ્યું જે અન્વયે ગાંધીસાહિત્ય નું વાંચન વિદ્યાર્થિનીઓ અને પ્રાધ્યાપકો દ્વારા કરવામાં આવ્યું. તેમજ તારીખ 2/10/18 ના રોજ ગાંધીવિષયક નિબંધસ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. તેમજ કોલેજ ના પ્રવૃત્તિખંડ માં વક્તૃત્વ સ્પર્ધા નું…