વિદ્યાર્થીઓ દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવમાં બચત દાનની જાહેરાત

આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી

 આજ તા.  ૨૬/૦૭/૨૦૧૮ ના દિવસે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત  શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત સુંદર પ્રાર્થનાથી થઈ. ધોરણ – ૮ ના વિદ્યાર્થીએ પોતાના પ્રવચનમાં ગુરુના મહિમાની વાત કરી અને ગુરુને વંદન કર્યા.    શાળાના આચાર્યશ્રી કેતનભાઈ સાહેબે પોતાના વક્તવ્યમાં ગુરુપૂર્ણિમા પ્રસંગ ઉજવવાનું મહત્વની વાત…

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ – ગામના વિવિધ સ્થળોની મુલાકાત

તા. 23/07/2018 ના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામના વિવિધ સ્થળો જેવાકે ગ્રામપંચાયત,હોસ્પિટલ,બેન્ક,પોસ્ટ ઓફિસ,મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયત,બેન્ક,પોસ્ટઓફિસ તથા હોસ્પિટલના અધિકારીઓ,કર્મચારી ભાઈઓએ ખૂબજ સારી સગવડ પૂરી પાડી.તથા જે તે કચેરીની કામગીરીથી માહિતગાર કર્યા. ગ્રામપંચાયતની કામગીરી,બેન્ક ની કામગીરી ,લોકર સુવિદ્યા તથા તેની કામગીરીની ખૂબજ સારી માહિતી વિદ્યાર્થીઓએ મેળવી. શિક્ષિકા બહેનો…

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઈ

તા. 17/7/2018 બુધવારના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં મહેંદી સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધામાં બહેનોએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. શાળાની શિક્ષિકા બહેનોએ વિદ્યાર્થીનીઓને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરી.