અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ યોજાયો

હીરામણિ વિદ્યાસંકુલ,અમદાવાદ ખાતે શ્રી ગોઝારિયા કેળવણી મંડળના અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત અમદાવાદ નિવાસી પૂર્વ વિદ્યાર્થીઓનો કૃતજ્ઞતા સમારોહ તા:૩૦/૦૯/૧૮ને રવિવારના રોજ યોજવામાં આવેલ.

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ સ્પર્ધા યોજાઈ.

વિદ્યાર્થીઓ નવું નવું શીખવામાં તેમજ નવું નવુ કરવામાં ઉત્સુક હોય છે. તેમની આજ ઉત્સુકતાને ધ્યાને લઈ તેઓની કલ્પનાશક્તિની ખીલાવટમાં વધારો થાય, સમૂહમાં કામ કરવાની ભાવના વિકસે, એકાગ્રતા વધે તેમજ તેઓની અંદર રહેલી કલાને અવકાશ મળે.તેવા હેતુથી શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વેસ્ટમાંથી બેસ્ટ કોર્નર શાળામાં શરૂ કરવામાં આવ્યો. જે અંતર્ગત કેન્ડીની સળીઓમાંથી ફ્રેમ,…

પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન – નિમંત્રણ

આદરણીય વતનબંધુઓ તથા બહેનો, આપણી માતૃશિક્ષણ સંસ્થા શ્રી ગોઝારીય કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના નવનિર્માણ અને પુન:પ્રાણપ્રતિષ્ઠાના ઉમદા હેતુથી તા ૨૯,૩૦અને૩૧ ડિસેમ્બર દરમિયાન અષ્ટદશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.સૌ શુભેચ્છકો,દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સહયોગ અને સદ્ભાવ મળી રહ્યો છે તે બદલ આભારની લાગણી અનુભવું છુ.મહોત્સવની સફળતા માટે આગામી તા:૩૦:૯:૧૮ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે હીરામણી સંકુલ,એસ.જી.હાઈવે,અમદાવાદ…

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં ગણેશોત્સવની ઊજવણી કરવામાં આવી.

સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ધામ ધૂમ અને ઉત્સાહ પૂર્વક સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં શ્રી મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં ઉત્સાહ અને ઉમંગ સાથે ગણેશ ઉત્સવની ઊજવણી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી શ્રી કેતનભાઈ પટેલ દ્વારા ગણેશજીની મહા પૂજા કરવામાં આવી હતી અને શાળામાં ધાર્મિક પ્રવુતિ…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” ની ઊજવણી કરવામાં આવી.

આજ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ”  શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ ના વિશાળ પટાંગણમાં ભવ્ય શોભાયમાન સ્ટેજ તથા મંડપમાં સવારે ૮-૩૨ કલાકના ટકોરે સમારંભના પ્રમુખશ્રી પ્રો. મનુભાઈ અંબાલાલ…

શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું.

આજ તા.6/9/2018 ના રોજ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું. જેમાં મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ રમણલાલ શાહ સાહેબે વિદ્યાર્થીઓને જીવનમાં વિજ્ઞાનના મહત્વ વિશે વાત કરી. ઉદ્દઘાટક શ્રી દિલીપભાઈ રણછોડભાઈ ગજ્જર સાહેબના હસ્તે વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું. વિજ્ઞાન પ્રદર્શનમાં શાળાના બળકોએ 75 જેટલી કૃતિઓ રજૂ કરી પોતાનો ઉત્સાહ વ્યક્ત…

અષ્ટદશાબ્દી મહોત્સવમાં વિવિધ દાતાઓના દાનની જાહેરાત થતાં દાતાઓનું સન્માન તથા ભવ્ય આતશબાજી

शतेषु जायते शूरः सहस्त्रेषु च पण्डितः । वक्ता दशसहस्त्रेषु दाता भवति वा न वा ॥ સો માણસોમાં એકાદ શુરવીર પાકે છે. હજારોમાં એકાદ વિદ્વાન પંડિત નીકળે છે. દસ હજારોમાં એકાદ સારો વક્તા  મળે છે. પણ દાતા (દાની) તો વિરલ છે, થાય કે ના પણ થાય. આજે શ્રી ગોઝારિયા કેળવણી મંડળની ટ્રસ્ટી મંડળ અને અષ્ટદશાબ્દી સમિતિની…

શ્રી સોમાભાઈ ડી.પટેલ ઉચ્ચ પ્રાથમિક શાળામાં આજ રોજ વિદ્યાર્થીઓ તથા શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા પવિત્ર રક્ષાબંધન પર્વની આનંદ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી.

રક્ષાબંધન પર્વ એટલે ભાઇના જીવનમાં, ભાઇના જીવન વિકાસમાં બહેનની સ્નેહપૂર્ણ અને પ્રેરક શુભેચ્છાનું પ્રતીક. મનુષ્ય જન્મે ત્યારથી તેને કોઇને કોઇ પ્રકારનો ભય તો રહેતો જ હોય છે, અને જ્યાં ભય હોય ત્યાં રક્ષા સ્વયંભૂ પ્રગટ થતી હોય છે. રક્ષાની ભાવના પ્રબળ અને તીવ્ર હોય છે. આ રક્ષણ એટલે અંતરની આશિષનું રક્ષણ, હેતભરી શુભ ભાવનાનું રક્ષણ,…