ખેલ મહાકુંભ ની જિલ્લા કક્ષાની મહિલા ખો ખો સ્પર્ધા યોજાઈ

આજ તા. 02/10/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કૂલના વિશાળ મેદાનમાં ખેલ મહાકુંભ ની જિલ્લા કક્ષાની મહિલા ખો ખો સ્પર્ધા યોજાઈ. ગોઝારીયા કેળવણી મંડળના નિયામક શ્રી એન.કે.પટેલ તથા આચાર્યશ્રી મુકેશભાઈ ચૌધરી સાહેબે રમતની શરૂઆત કરાવી હતી.

અષ્ટદશાબ્દી મહોત્સવ વર્ષ-૨૦૧૮ અંતર્ગત જાયન્ટ ગૃપ ગોઝારિયા દ્વારા શૈક્ષણીક સંસ્થાઓના તેજસ્વી અને સ્પોર્ટસના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ તરલાઓનો સન્માન સમારંભ યોજાયો.

શ્રી ગોઝારિયા કે.મંડળ દ્વાર આયોજિત અષ્ટદશાબ્દી મહોત્સવ વર્ષ-૨૦૧૮ અંતર્ગત જાયન્ટ ગૃપ ગોઝારિયા દ્વારા શૈક્ષણિક સંસ્થાઓના તેજસ્વી અને સ્પોર્ટસના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનવાનો પ્રોગ્રામ આજે શાળાના મફતલાલ મુખી પ્રાર્થનહોલ ખાતે યોજાયેલ. ભૂતપૂર્વ જાયન્ટસ પ્રમુખ તથા કેળવણી મંડળના કારોબારી સભ્ય પ્રોફેસર શ્રી એ.જી.પટેલ ઈનામ વિતરણ સમારંભના મુખ્ય સ્પોન્સર હતા. જાયન્ટસ ગ્રુપના વર્તમાન…

કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજાઈ.

આજ રોજ તા.25/09/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ,ગોઝારીયાના વિદ્યાર્થીઓ તથા શાળાના ત્રણ શિક્ષક સાહેબ શ્રી મહેશભાઇ રોહીત સાહેબ ,શ્રી મહેન્દ્રભાઇ ચૌધરી સાહેબ તથા શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત શ્રી આર.વી.પટેલ ઔધ્યોગિક તાલીમ સંસ્થાનની મુલાકાત યોજવામા આવી. મુલાકાત દરમ્યાન આઈ.ટી.આઈ ના અધિક્ષક શ્રી વિનોદભાઇ પટેલ સાહેબ દ્વારા તથા…

ગર્લ્સ તાલુકા કક્ષાની ખો-ખો સ્પર્ધા યોજાઈ.

આજ રોજ તા.25-09-2018 ના રોજ મહેસાણા તાલુકા કક્ષાની ખો ખો સ્પર્ધા શાળાના વિશાળ મેદાનમાં યોજાઈ. નિમા મહિલા કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી ગાયત્રીબેનના હસ્તે રમતની શરૂઆત થઈ. તાલુકાની કુલ 35 ટીમો એ રમતમાં ભાગ લીધો. શાળાના વ્યાયામ શિક્ષક શ્રી દિનેશભાઈ રાઠોડ, શ્રી ભરતભાઈ પટેલ અને શ્રીમતી જાગૃતિબેન પટેલના કુશળ આયોજનને કારણે સ્પર્ધા ખૂબજ સફળ રહી. શાળાના આચાર્યશ્રી…

પૂર્વ વિદ્યાર્થી સ્નેહમિલન – નિમંત્રણ

આદરણીય વતનબંધુઓ તથા બહેનો, આપણી માતૃશિક્ષણ સંસ્થા શ્રી ગોઝારીય કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના નવનિર્માણ અને પુન:પ્રાણપ્રતિષ્ઠાના ઉમદા હેતુથી તા ૨૯,૩૦અને૩૧ ડિસેમ્બર દરમિયાન અષ્ટદશાબ્દિ મહોત્સવ ઉજવવામાં આવનાર છે.સૌ શુભેચ્છકો,દાતાઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો અભૂતપૂર્વ સહયોગ અને સદ્ભાવ મળી રહ્યો છે તે બદલ આભારની લાગણી અનુભવું છુ.મહોત્સવની સફળતા માટે આગામી તા:૩૦:૯:૧૮ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે હીરામણી સંકુલ,એસ.જી.હાઈવે,અમદાવાદ…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ.

આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજાઈ. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓએ “ગાંધીના સ્વપ્નનું સ્વચ્છ ગુજરાત” અને “ટેકનિકલ યુગમાં રોજગારીની તકો” વિષય પર પોતાના મૌલિક વિચારોને કલમ વડે કાગળ પર રજૂ કર્યા. નિબંધ સ્પર્ધાનું આયોજન , પરીક્ષણ ની કામગીરી શાળાના સિનિયર ભાષા શિક્ષક શ્રી ભદ્રેશભાઈ પટેલ સાહેબે સાંભળી.

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો.

આજ રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલમાં કારકિર્દી માર્ગદર્શન અંતર્ગત વાર્તાલાપ યોજાયો. શાળાના ધો.10/12 ના વિદ્યાર્થીઓને ધો.10 તથા 12 પછીના આઈ.ટી.આઈ,ડિપ્લોમા,ડિગ્રી કોર્ષ વિશેની સુંદર ઉપયોગી માહિતી શાળાના શિક્ષક શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી સાહેબે આપી હતી.

“આસોપાલવ”- વૃક્ષારોપણની કામગીરી શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે સ્કૂલમાં યોજાઈ

ગોઝારિયા કેળવણી મંડળ શ્રીમતી એમ.કે.પટેલ હાઇસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે. પટેલ હા.સે.સ્કૂલ શ્રી મુકેશભાઇ સોલંકી સાહેબ તથા શ્રી ભાણાભાઇ સાહેબ દ્વારા શાળાના પાછળના મેદાનમા વિધ્યાર્થીઓ સાથે રહી “આસોપાલવ”નુ વૃક્ષારોપણની કામગીરી તારીખ 19-09-2018ને બુધવારના રોજ કરવામા આવી…

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ” ની ઊજવણી કરવામાં આવી.

આજ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત તમામ શૈક્ષણિક સંસ્થાઓનો અષ્ટ દશાબ્દી મહોત્સવ ઊજવણી ૨૦૧૮ અંતર્ગત “ માતૃ – પિતૃ અભિવંદના કાર્યક્રમ ”  શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સેં સ્કૂલ ના વિશાળ પટાંગણમાં ભવ્ય શોભાયમાન સ્ટેજ તથા મંડપમાં સવારે ૮-૩૨ કલાકના ટકોરે સમારંભના પ્રમુખશ્રી પ્રો. મનુભાઈ અંબાલાલ…

શાળા બગીચાની સંભાળમાં વ્યસ્ત વિદ્યાર્થીઓ – વ્યાયામ શિક્ષક તથા ગ્રંથપાલશ્રી

અમારી શાળાનું કુદરતી વાતાવરણ જ અનોખું છે. સરસ મજાના વૃક્ષો અને બગીચા સાથે કુદરતના ખોળામાં બેસીને શિક્ષણ અપાતું હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓને શિક્ષણમાં જરૂર હોય તે બધી જ સુવિધાઓનું ધ્યાન અહીના કેળવણી મંડળના હોદેદારો તથા શિક્ષકો દ્વારા રાખવામાં આવે છે. શાળામાં શિક્ષણ સાથે બાળકમાં મુલ્યો સાથે તેનો નૈસર્ગિક રીતે સર્વાંગી વિકાસ થાય અને એક…