“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સૂત્રને સાર્થક કરતા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ના NSS ના વિદ્યાર્થીઓ

સ્વચ્છ રહેવું એ માનવીય પ્રકૃતિનું ભાગ છે. સફાઈ સૌ ને ગમે છે. સ્વચ્છતા પ્રગતિ માટે પણ જરુરી છે. બલ્કે સ્વચ્છતા સ્વસ્થ્ય રહેવા અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આપણા દેશના ગામડાઓ અને ઘણા બધા શહેરોમાં સ્વચ્છતાનો અભાવ નરી આંખે જોઈ શકાય છે. નાગરિકોમાં સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે જે જાગૃતિ હોવી જોઈએ તેનો અભાવ…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલમાં મહેસાણા તાલુકાની ખો -ખો (ખોભિલ્લું; ચકભિલ્લુ; મગમાટલી) સ્પર્ધા યોજાઈ.

રમત-ગમત ની વ્યાખ્યા સામાન્યરીતે વ્યવસ્થિત, સક્ષમપણે અને કુશળતાપૂર્વક કરાતી શારીરિક પ્રવૃત્તિ તરીકે કરાય છે. રમત-ગમતો મોટાભાગે આનંદ માટે અથવા લોકો સારી શારીરિક સ્થિતિમાં રહેવા વ્યાયામ કરવાનું જરૂરી ગણતા હોવાની એક સાદી હકીકતને કારણે રમાય છે.રમત-ગમતમાં ભાગ લેનારાઓએ સારી ખેલદિલી, તથા પ્રતિસ્પર્ધકો અને અધિકારીઓ સાથે આદરપૂર્ણ વ્યવહારનાં ધોરણો પ્રદર્શિત કરવાની, અને રમત-ગમત હારે ત્યારે વિજેતાને અભિનંદન…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ,ગોઝારિયા દ્વારા અંડર નાઈન્ટીંન જિલ્લા લેવલ ખો ખો (બહેનો) ની સ્પર્ધા યોજાઈ

તારીખ 06/08/2018 ના રોજ શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ,ગોઝારિયા દ્વારા અંડર નાઈન્ટીંન જિલ્લા લેવલે ખો ખો (બહેનો) ની સ્પર્ધા યોજાઈ. જેમાં અતિથિવિશેષ ડૉ. ગાયત્રી બેન સી. બારોટ (નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા) દ્વારા ઓપનિંગ થયું.

શેઠ શ્રી.આર.વી.રાવલ આઈ.ટી.આઈ – ગોઝારિયા ને ભારત સરકાર દ્વારા મળેલ થ્રી સ્ટાર રેટીંગ

સમગ્ર ભારત દેશમાં કાર્યરત આઈ.ટી.આઈ માં ઉપલબ્ધ સુવિધાઓ , તાલીમી માળખું , તાલીમી ગુણવત્તા અને પાસ આઉટ તાલીમાર્થીઓના જોબ પ્લેસમેન્ટ અને સંસ્થાના         ઈન્ડસ્ટ્રીયલ રીલેશન આધારિત વિવિધ પાસાઓના અભ્યાસ અને સર્વે આધારિત ગ્રેડીગ ભારત સરકારના MSDE મંત્રાલય દ્વારા વર્લ્ડ બેંક ના વોકેશનલ ટ્રેનીગ ઈમ્પ્રુવમેંટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યો. ગુજરાત રાજ્યની તમામ ITI નું ફાઈનલ ગ્રેડીગ લિસ્ટ…

જિલ્લા કલા મહાકુંભ એકપાત્રિય અભિનયમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલ વિજેતા

તા.03/08/2018 ના રોજ અર્બન બેન્ક વિદ્યાલય મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ યોજાઈ ગયો. સદર સ્પર્ધામાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલનો ધોરણ 9 નો વિદ્યાર્થી જોશી આયુષ યોગેન્દ્રકુમાર એ તૃતીય નંબર મેળવી શાળાનું તથા ગોઝારિયા ગામનું ગૌરવ વધારેલ છે. જોશી આયુષને સરકારશ્રી દ્વારા 500 રૂ. તથા યજમાન સંસ્થા દ્વારા 400 રૂ. નું રોકડ ઈનામ મળે છે.…

3D ફિલ્મ નિદર્શન

જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં શાળાના મફતલાલ મુખી પ્રાર્થના હોલમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિશાળકાય કાચબા, વાદળી પગવાળા બોબી પક્ષી, માછલીઓ, જ્વાળામુખી વાળા ટાપુઓ,દરિયાઈ જીવ તથા વિજ્ઞાનના પ્રયોગોથી ભરપૂર 3D ફિલ્મનું નિદર્શન કરાવવામાં આવ્યું. પ્રાર્થનહોલમાં ફિલ્મ નિહાળનાર દરેક વિદ્યાર્થીઓને પોલરાઇઝડ 3D-ચશ્મા આપવામાં આવ્યા. Dolbi સાઉન્ડ અને પોલરાઇઝડ 3D-ચશ્માથી ફિલ્મ નિહાળવાનો વિદ્યાર્થીઓએ…

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્ફૂલ,ગોઝારીયામાં ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી.

સામાન્ય રીતે ઓરી જેવા રોગો પ્રત્યે વિદ્યાર્થીઓ ગંભીરતા દાખવતા નથી જેથી આવા રોગોના ગંભીર પરિણામો જોવા મળતા હોય છે. સરકારશ્રી દ્વારા ૨૦૨૦ સુધી ઓરીને નાબુદ કરવા તેમજ રૂબેલાને નિયંત્રણ કરવાના હેતુથી એક અભિયાન હાથ ધરાયું છે.આ અભિયાનના ભાગરૂપે શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કુલમાં તા.31/07/2018 ના રોજ ઓરી,રૂબેલાની રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો,જેમાં શાળાના કુલ 199 વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને…