ગોઝારીયા આઈ.ટી.આઈ.ના તાલીમાર્થીઓ એ પ્રોડકશન જોબ તરીકે-પ્લાન્ટ ગાર્ડ બનાવ્યા

ગોઝારિયા આઈ.ટી.આઈ.ના શીટ મેટલ વર્કર અને વેલ્ડર ના તાલીમાર્થીઓ એ પ્રોડકશન જોબ તરીકે-પ્લાન્ટ ગાર્ડ બનાવ્યા. દરેક તાલીમાર્થીઓને આઈ.ટી.આઈ.ના અધિક્ષકશ્રી તથા કેળવણી મંડળ અભિનંદન પાઠવે છે.

તાલુકા કક્ષાની ખો-ખો ની સ્પર્ધામાં પ્રથમ ક્રમે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ

શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયામાં તારીખ ૨૫-૦૭-૨૦૧૮ ને બુધવારના રોજ તાલુકા કક્ષાની ભાઈઓ-બહેનોને ખો-ખો ની સ્પર્ધા યોજાઈ ગઈ. જેમાં શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ અને શ્રીમતી એ.એસ.જે.પટેલ હા.સે.સ્કૂલ ગોઝારિયાના ભાઈઓ પ્રથમ ક્રમ મેળવી સ્કૂલ નામ રોશન કર્યું.

વિદાય – શુભેચ્છા અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ આઈ.ટી.આઈ. ગોઝારિયા

આજ રોજ તા. ૨૪/૦૭/૨૦૧૮ ના દિવસે શ્રી ગોઝારિયા કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી આર.વી રાવલ આઈ.ટી.આઈ (GIA) તથા શ્રી બી.કે અને શ્રી જી.કે.પટેલ સ્વનિર્ભર આઈ.ટી.આઈ.ના વિવિધ ટ્રેડના તાલીમાર્થીઓનો વિદાય – શુભેચ્છા અને વાર્ષિક ઈનામ વિતરણ કાર્યક્રમ ગોઝારિયા ગામના સરપંચ શ્રી રમેશભાઈ એસ.પટેલ સાહેબની અધ્યક્ષતામાં તથા મુખ્ય મહેમાન શ્રી આર.આર.શાહ સાહેબ ( નિવૃત સુપરવાઈઝર – ધી…

શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ – ગામના વિવિધ સ્થળોની મુલાકાત

તા. 23/07/2018 ના રોજ શ્રી સોમાભાઈ ડોસલદાસ પટેલ ઉચ્ચ.પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગામના વિવિધ સ્થળો જેવાકે ગ્રામપંચાયત,હોસ્પિટલ,બેન્ક,પોસ્ટ ઓફિસ,મંદિરની મુલાકાત લીધી. મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયત,બેન્ક,પોસ્ટઓફિસ તથા હોસ્પિટલના અધિકારીઓ,કર્મચારી ભાઈઓએ ખૂબજ સારી સગવડ પૂરી પાડી.તથા જે તે કચેરીની કામગીરીથી માહિતગાર કર્યા. ગ્રામપંચાયતની કામગીરી,બેન્ક ની કામગીરી ,લોકર સુવિદ્યા તથા તેની કામગીરીની ખૂબજ સારી માહિતી વિદ્યાર્થીઓએ મેળવી. શિક્ષિકા બહેનો…