Video Gallery

રંગોળી સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી https://www.youtube.com/watch?v=G0TyZXL80hE&t=174s પ્રજાસત્તાકદિન ઉજવણી ૨૦૨૧

સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી ,તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી

આ રોજ ગોઝારીયા કેળવણી મંડળ અષ્ટદશાબ્દિ મહોત્સવ અંતર્ગત શાળાના વિશાળ મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વ ઉજવણી ,તેજસ્વી તારલાઓનું સન્માન અને સાંસ્કૃતિક કાર્યક્રમ ઉજવણી શાનદાર રીતે કરવામાં આવી. કાર્યક્રમમાં વિવિધ દાતાઓશ્રી તરફથી તેજસ્વી તારલાઓને તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. વિવિધ દાતાશ્રીઓ તરફથી અષ્ટદશાબ્દિ મહોત્સવમાં માતબર દાનની જાહેરાત કરવામાં આવી. આનંદ ઉત્સાહથી સૌ હાજર…

વિદ્યાર્થીઓ દ્વારા અષ્ટદશાબ્દિ મહોત્સવમાં બચત દાનની જાહેરાત

આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.

શ્રી ગોઝારિયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દી મહોત્સવની ઉજવણી ભાગરૂપે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

વસ્તીવધારાને લીધે આપણા દેશમાં અનેક ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. વધતી વસ્તીને વસાવવા માટે વધુ જમીનની જરૂર પડી છે. આ જમીન ઉપરથી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું છે. એ ઉપરાંત હવા, પાણી અને અવાજનું પ્રદૂષણ પણ ભયજનક હદે વધ્યું છે. આ ભયજનક પ્રદૂષણને નાથવાના આપણા દેશમાં અનેક ઉપાયો થઈ રહ્યા છે. જેમાંથી એક મહત્વનો ઉપાય છે વૃક્ષારોપણ.…

ગોઝારિયા કૉલેજમાં પીતાંબર પટેલના જન્મ-શતાબ્દિનું આયોજન

ગોઝારિયા કૉલેજમાં પીતાંબર પટેલના જન્મ-શતાબ્દિનું આયોજન ================= તા. 10મી ઓગસ્ટ 2018 ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, ગોઝારિયા અષ્ટ દશાબ્દિ મહોત્સવના ઉપક્રમે નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજ, ગોઝારિયા અને ગુજરાતી વિભાગ દ્વારા સાહિત્ય સર્જક પીતાંબર પટેલના જન્મ શતાબ્દિ નિમિત્તે લેખન-કૌશલ્યનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના પ્રોફે. ડૉ. રાજેન્દ્રસિંહ વાઘેલાએ સર્જકની સાહિત્ય પ્રતિભા અને ડૉ. ધર્મેન્દ્રસિંહ…

“સ્વચ્છતા ત્યાં પ્રભુતા” સૂત્રને સાર્થક કરતા શ્રીમતી એમ.કે.પટેલ હાઈસ્કૂલ ના NSS ના વિદ્યાર્થીઓ

સ્વચ્છ રહેવું એ માનવીય પ્રકૃતિનું ભાગ છે. સફાઈ સૌ ને ગમે છે. સ્વચ્છતા પ્રગતિ માટે પણ જરુરી છે. બલ્કે સ્વચ્છતા સ્વસ્થ્ય રહેવા અને જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. આપણા દેશના ગામડાઓ અને ઘણા બધા શહેરોમાં સ્વચ્છતાનો અભાવ નરી આંખે જોઈ શકાય છે. નાગરિકોમાં સફાઈ અને સ્વચ્છતા પ્રત્યે જે જાગૃતિ હોવી જોઈએ તેનો અભાવ…